Bollywood/ અભિનેતા સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા, જાણો શું છે કારણ?

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને થોડા દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન સિદ્ધુ મૂઝવાલા બનશે.

Entertainment
Salman

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને થોડા દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન સિદ્ધુ મૂઝવાલા બનશે. સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસો બાદ જ સલમાન ખાન અને સલીમ ખાનને આ ધમકી મળી હતી. ત્યારથી ભાઈજાનની સુરક્ષા ઘણી વધારી દેવામાં આવી છે.

Salman Khan

આ ધમકી બાદ સલમાન ખાને પોતાની સુરક્ષા માટે હથિયારના લાયસન્સ માટે અરજી કરી હતી. આ સંબંધમાં આજે સમલાન ખાને પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને પણ મળ્યા હતા. માહિતી અનુસાર, કમિશનરે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે તેમને કેવા પ્રકારની ધમકીઓ મળી છે અને પછી સલમાન ખાનને તેમની સુરક્ષા વિશે જણાવ્યું. રિપોર્ટ શું કહે છે તેની પણ જાણકારી આપી.