સાઉથ એક્ટર પ્રકાશ રાજે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું છે. અભિનેતાએ કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ‘બકવાસ’ ગણાવી છે. એટલું જ નહીં, અભિનેતાએ ફિલ્મના નિર્માતાઓ પર પણ નિશાન સાધ્યું છે. અભિનેતાએ વર્ષ 2022ની બીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રચાર આધારિત ફિલ્મ ગણાવી છે.
હકીકતમાં, કેરળમાં એક સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રકાશ રાજને શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ પર સવાલ કરવામાં આવ્યા હતા અને ‘ગેંગ’એ તેનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી. ત્યારે તેના જવાબમાં પ્રકાશ રાજે કહ્યું, “આ લોકો ‘પઠાણ’ પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા અને આ ફિલ્મે 800 કરોડથી વધુની કમાણી કરી છે. આ મૂર્ખ, કટ્ટરપંથીઓ… જેઓ પઠાણ પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા, તેઓ મોદીની ફિલ્મ (PM નરેન્દ્ર મોદી) ને 300 કરોડનો આંકડો પણ પાર કરાવી ન શક્યા. તેઓ માત્ર ભસવાનું જાણે છે. કરડતા નથી. નિશ્ચિંત રહો.”
"Forget Vivek Agnihotri Getting An Oscar, He Won't Even Get a Bhaskar…" pic.twitter.com/20AaFJliXU
— @Reasonyourself (@Reasonyourself) February 6, 2023
આટલું જ નહીં, પોતાની વાતનો અંત લાવતા પ્રકાશ રાજે તો ત્યાં સુધી કહ્યું કે “ધ કાશ્મીર ફાઇલ્સ બોલિવૂડની કેટલીક નોનસેન્સ ફિલ્મોમાંની એક છે. આપણે બધા જાણીએ છીએ કે આ ફિલ્મ કોણે બનાવી છે. ડિરેક્ટર મને પૂછે છે કે તેને ઓસ્કાર કેમ નથી મળી રહ્યો. ભાસ્કરને પણ મળ્યો નથી. હું કહું છું. મારા સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે આવી ફિલ્મો બનાવવા માટે લગભગ 2000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. પરંતુ, તેણે સમજવું પડશે કે આ લોકો દરેક વખતે લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”
આ પણ વાંચો:લગ્નમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ સ્પર્શ કર્યા કિયારા અડવાણીના પગ, જાણો કારણ
