Entertenment/ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના વેડિંગ ડ્રેસ હતો બધાથી અલગ, મનીષ મલ્હોત્રાએ પોસ્ટ શેર કરીને જણાવી ખાસીયત

મનીષે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને બધાને જણાવ્યું છે કે વેડિંગ ડ્રેસની ખાસિયત શુ છે

Trending Entertainment
Untitled 41 કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના વેડિંગ ડ્રેસ હતો બધાથી અલગ, મનીષ મલ્હોત્રાએ પોસ્ટ શેર કરીને જણાવી ખાસીયત

Sidharth Kiara Wedding: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસવીરો આખા ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં બંને એકબીજાના પ્રેમના રંગમાં રંગાયેલા જોવા મળે છે. તેમણે લગ્નના દિવસે બોલીવુડના પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ખાસ ડિઝાઇન કરેલ ડ્રેસ પહેર્યો હતો.  મનીષે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને બધાને જણાવ્યું છે કે વેડિંગ ડ્રેસની ખાસિયત શુ છે. કેવી રીતે તેમનો ક્યારા સીડનો વેડિંગ ડ્રેસ બધાથી જુદો છે.

મનીષ મલ્હોત્રાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિદ અને કિયારાના લગ્નની તસવીર શેર કરી હતી અને તેણે બંનેના ડ્રેસની ડિટેલિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે કિયારાના લહેંગામાં રોમન આર્કિટેક્ચર એમ્બ્રોઇડરી કરવામાં આવ્યું હતું, કારણ કે સિદ્ધાર્થ અને કિયારાને આ જગ્યા ખૂબ જ પસંદ છે. આટલું જ નહીં, કિયારાના લહેંગા પર સિરોસ્કી ક્રિસ્ટલ્સનું ખૂબ જ સુંદર હેન્ડવર્ક કરવામાં આવ્યું છે. કિયારાએ તેના ડ્રેસ સિવાય મનીષ મલ્હોત્રા દ્વારા ખાસ ડિઝાઈન કરેલી જ્વેલરી કેરી કરી હતી. ઝામ્બિયન એમેરાલ્ડ અને હેન્ડ કટ હીરાથી બનેલી છે એટલુ જ નહીં કિયારાનો માંગ ટીકો પણ પ્યોર હીરાની બનેલો છે.

બીજી તરફ સિદ્ધાર્થ મલ્હોત્રાના વેડિંગ લૂકની વાત કરીએ તો તેણે ગોલ્ડન કલરની શેરવાની પહેરી છે. તેમાં આઇવરી થ્રેડ વર્ક અને ગોલ્ડન જરદોઝી વર્ક કરવામાં આવ્યું છે. જે હાથ વડે તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, તેએ મનીષ મલ્હોત્રાની પોલ્કી જ્વેલરી સેટ પણ કેરી કર્યો હતો, જે તેને ખૂબ જ રોયલ લુક આપી રહ્યો હતો. તે બારીક કાપેલા હીરાથી જડાયેલું છે. સિદ્ધાર્થ અને કિયારાના આઉટફીટ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

Bollywood Masala/સિદ્ધાર્થ-કિયારાને બધાએ પાઠવ્યા અભિનંદન, પરંતુ રામ ચરણની પત્ની ઉપાસનાએ માંગી માફી, જાણો કારણ