અભિનેતા પંકજ ત્રિપાઠી અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ ફિલ્મના સેટ પર 3 લોકો કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું છે. જેના કારણે મેકર્સે તેનું શૂટિંગ અટકાવી દીધું છે. નિર્માતા અશ્વિન વરદેએ તેના વિશે સ્પષ્ટતા કરી છે અને સમગ્ર મામલા વિશે જણાવતા કહ્યું હતું કે, “અમારા સેટ પર 7 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનો દાવો કરનારા અહેવાલો ખોટા છે. 10 દિવસ પહેલા ક્રૂના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેમને તરત જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેઓ સારી રિકવરી કરી રહ્યા છે. અમે બીએમસી અધિકારીઓના સંપર્કમાં છીએ અને તેમને આ 3 ક્રૂ મેમ્બર્સના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી રહ્યા છીએ.
આ પણ વાંચો ;Dussera / દેશનું એક માત્ર મંદિર કે જે માત્ર દશેરાના દિવસે જ ખુલે છે, રાવણની કરે છે પૂજા
અશ્વિન વર્દેએ આગળ કહ્યું, “એક ફિલ્મ યુનિટ તરીકે, અમે કોવિડ -19 નિયમો હેઠળ તમામ પ્રોટોકોલનું પાલન કર્યું છે. અમારી પાસે દરરોજ સેટ પર કોવિડ -19 સેનિટાઇઝેશન યુનિટ હોય છે, જે સેટને સેનિટાઇઝ કરે છે અને દર ક્રૂ મેમ્બરના દરરોજ ટેસ્ટ થાય છે. ક્રૂના દરેક સભ્યને નિયમો અનુસાર દર થોડા દિવસમાં એક વખત લેબ ટેસ્ટ કરવામાં આવે છે. આ ત્રણ ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા પછી પણ અમે તરત જ બાકીના યુનિટનું પરીક્ષણ કર્યું, જેમાં લગભગ 200 લોકો સામેલ હતા અને તે બધાના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
આ પણ વાંચો ;ખેડા / ડાકોરમાં હવે રણછોડરાયજીના દર્શન કરવા વેક્સિનેશન ફરજિયાત જરૂરી
હાલ મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ બંધ છે હવે બાકીની ફિલ્મ પૂરી કરવા માટે યૂનિટ ઉજ્જૈન જશે. ઉજ્જૈનમાં આગામી શેડ્યૂલ 23 ઓક્ટોબરની તારીખે નક્કી કરવામાં આવ્યું છે.
