બોલીવુડના દબંગ ભાઇજાનના ગુસ્સાથી દરેક વ્યક્તિ પરિચીત છે, ક્યારેક પત્રકાર તો ક્યારેક અન્ય વ્યક્તિ પર તેમના ગુસ્સાનો શીકાર થયા હતા. પરંતુ પાછળથી સલ્લુએ પોતાની ભૂલો સ્વીકારી હતી અને તેની માટે માફી પણ માંગી હતી. સલમાન માને છે કે પોતાની ભૂલો સ્વીકારવી તે હિંમતની વાત છે. તેણે કહ્યું કે તેણે ભૂલો કરી છે અને આગળ આવીને માફી પણ માંગી છે. સલમાને આ વાત કબીર બેદી સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર કહી હતી. બંને કબીર બેદીના પુસ્તક ‘સ્ટોરીઝ આઈ મસ્ટ ટેલ’ વિશે વાત કરી રહ્યા હતા.
કબીર બેદીની આત્મકથા ‘સ્ટોરીઝ આઈ મસ્ટ ટેલ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. સલમાન ખાન અને કબીર બેદી એક જ પુસ્તક પર ઇન્સ્ટાગ્રામ લાઇવ પર વાત કરી રહ્યા હતા. સલમાન ખાને કબીર બેદીની નિષ્ઠાપૂર્વક પુસ્તક લખવા માટે પ્રશંસા કરી. આગળ ભાઇજાન કહે છે, સૌથી મુશ્કેલ કામ એ છે કે તમે તમારી ભૂલો સ્વીકારો. આપણે જાણીએ છીએ કે સલમાનનો પહેલા સ્વભાવ જેવો હતો તેના કારણે દરેક વ્યક્તિ તેનાથી અંતર જાળવતા હતા. પણ તે કહે છે કે હું તે લોકોમાંથી છું જે તમારી સામે બેસીને કહેશે કે મેં આ કર્યું નથી. પરંતુ જો તમારી દ્ધષ્ટિએ મે જ એમ જ કર્યુ હશે તો હું એ ભૂલ સ્વીકારીશ અને તેને સુધારવાના પ્રયાસ પણ કરીશ. જો કે તેમ કરવુ ખુબ હિંમતનું કામ છે.
સલમાન વધુમાં કહે છે, એક સમય એવો હતો જ્યારે મેં ભૂલો કરી હતી. પણ મેં આગળ આવીને માફી પણ માંગી હતી. ભૂલો થઇ જાય છે પરંતુ તેનું પુનરાવર્તન કરવું એ સારી બાબત નથી. સલમાન ખાને પણ પ્રામાણિકતાની પ્રશંસા કરી. તે કહે છે, જ્યારે તમે કોઈ પુસ્તક લખો છો ત્યારે સૌથી વધુ હિંમતવાન વાત હોય છે, કારણ કે તમને લાગે છે કે આ લખુ કે નહીં પરંતુ એક સમય એવો આવે છે અને વિચારો છો કે જે થવુ હોય એ થાય, હું ફક્ત મારી જાતને જ લખીશ અને સૌથી પ્રામાણિક બનીને લખીશ.
સલમાનખાનની આવી વાતો સાંભળીને લાગી રહ્યુ છે કે ભાઇજાન ખરેખર સુધરી ગયા છે, અને આવનારા સમયમાં પણ પોતાનો આ સ્વભાવ જાળવી રાખશે.
