Not Set/ એક્શન-એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં આ એક્ટ્રેસ જોવા મળશે

મુંબઈ ફિલ્મ નિર્દેશક  રોહિત શેટ્ટીએ ફિલ્મ ‘ગોલમાલ અગેન’ની સફળતા મેળવ્યા બાદ હવે જૂનમાં ફિલ્મ ‘સિમ્બા’નું શૂટિંગ શરુ કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે એક્શન-એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ને પણ હોસ્ટ કરવાના છે. આપને જણાવી દઈએ કે રિયાલિટી શો ખતરો કે ખિલાડીનું નવું સિજન જુલાઈમાં અર્જેન્ટીનામાં શૂટ કરવામાં આવશે. આ શોને રોહિત પોતે હોસ્ટ […]

Entertainment

મુંબઈ

ફિલ્મ નિર્દેશક  રોહિત શેટ્ટીએ ફિલ્મ ‘ગોલમાલ અગેન’ની સફળતા મેળવ્યા બાદ હવે જૂનમાં ફિલ્મ ‘સિમ્બા’નું શૂટિંગ શરુ કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે એક્શન-એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ને પણ હોસ્ટ કરવાના છે.

આપને જણાવી દઈએ કે રિયાલિટી શો ખતરો કે ખિલાડીનું નવું સિજન જુલાઈમાં અર્જેન્ટીનામાં શૂટ કરવામાં આવશે. આ શોને રોહિત પોતે હોસ્ટ કરવાના છે અને આ શો માટે પહેલા બે Participants પણ મળી ચુક્યા છે.

Image result for Shamita Shetty

મળતી માહિતી પ્રમાણે એક્ટ્રેસ શમિતા શેટ્ટી કે જે ‘બિગબોસ’ અને ‘જલક દિખલા જા’ માં જોવા મળી હતી અને હવે શો ‘ખતરો કે ખિલાડી’ તેનો ત્રીજો રિયાલિટી શો છે. પૂર્વ ક્રિકેટર પ્લેયર એસ શ્રીસંત પણ આ શોમાં જોવા મળશે. તેઓ છેલ્લે ‘અક્સર 2’ માં જોવા મળ્યા હતા.

Image result for cricketer S Sreesanth

આ એક્શન-એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ હોલીવુડ શો ‘ઇન્ડિયન ફિયર ફેક્ટર’ શો પર થી બનાવવામાં આવ્યો છે.આ શોમાં બે Participants ઉપરાંત, અભિનેત્રી દેવલીના ભટ્ટાચાર્ય, કરણ પટેલ, મંદાના કરીમી, કરણ ટેકર, કવિતા કૌશિક, આર્શી ખાન અને પ્રિન્સ નરુલાના નામો પણ સામે આવી રહ્યા છે.

હલ તો રોહિત શેટ્ટી ફિલ્મ ‘સિમ્બા’ની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન લીડ ભૂમિકામાં જોવા મળશે ફિલ્મમાં વિલનના રોલમાં સોનુ સુદ પણ જોવા મળશે. 28 ડીસેમ્બર 2018ના રોજ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.