Viral Video/ ભગવાનની ભક્તિમાં તલ્લીન થઇ કિર્તન અને કરતાલ વગાડવા લાગ્યા કપિરાજ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વાંદરો ભક્તિના આનંદમાં ડૂબી રહ્યો છે. તે પોતાના બંને હાથથી કરતલ રમી રહ્યો છે. વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વિડીયો જોયાબાદ એવું લાગી રહ્યું નથી કે કોઈ વાનર આટલી સરળતાથી કરતાલ વગાડી શકતો હોય.

Ajab Gajab News

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો હોય છે જે, વાયરલ થતા રહેતા હોય  છે અને ઘણા વિડીયો જોઇને આપણે આશ્ચર્યમાં પણ મુકાઇ જતા હોઈએ છે. આવો જ એક તાજેતરમાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે થોડોક અલગ છે.  વિડીયોમાં ઘણા લોકો કીર્તન કરતા જોવા મળે છે તેમજ તે વીડિયોમાં કપિરાજ પણ કરતાલ રમતા જોવા માટે મળી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વાંદરો ભક્તિના આનંદમાં ડૂબી રહ્યો છે. તે પોતાના બંને હાથથી કરતલ રમી રહ્યો છે. વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વિડીયો જોયાબાદ એવું લાગી રહ્યું નથી કે કોઈ વાનર આટલી સરળતાથી કરતાલ વગાડી શકતો હોય. વાઈરલ થઇ રહેલા આ વિડીયોમાં લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટરૂપે દેખાઈ રહ્યું છે કે, એક વાંદરો કરતાલની સાથે લોકોની વચ્ચે ઉપસ્થિત છે અને તે સુરમાં સુર મેળવી રહ્યો છે.

આ વિડીયોને પંકજ પારાશર નામના યુઝર સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયોને અત્યાર સુધી 3.5 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વિડીયોને 22 હાજરથી વધુ લોકોએ શેર કર્યો છે. એક યુઝરે લખ્યું છે કે, આવો ભક્ત વાનર ક્યારેય જોયો નથી તો બીજા યુઝરે લખ્યું છે કે, આ વિડીયો જોઇને ખૂબ જ ખુશ થયો છું.