Vadodra News: ઉજ્જૈનથી મહાકાળના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહેલા વડોદરાના છ યુવકો માટે સફર અંતિમ બની ગઈ. મધ્યપ્રદેશના બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર પંચકવાસા નજીક રોંગ (Ujjain accident) સાઈડથી આવી રહેલા ટ્રકે મારુતિ ઈકો વાનને સામેથી જોરદાર ટક્કર મારતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકોમાં સવાર તમામ છ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત (Vadodara youths accident) નીપજ્યાં હતા. ટક્કર એટલી ગંભીર હતી કે ઈકોના ફુરચા ઉડી ગયા હતા અને કેટલાક મૃતદેહો વાનમાં ફસાઈ ગયા હતા.
Ujjain accident: દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના છ યુવકો ઉજ્જૈનમાં મહાકાળના દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ તેઓ મારુતિ ઈકો વાનમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા. રવિવારે બપોરે આશરે 1 વાગ્યાના અરસામાં તેમની વાન બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર પંચકવાસા ગામ ( Badnawar Ujjain highway ) નજીકથી પસાર થઈ રહી હતી.
રોંગ સાઈડથી આવેલી ટ્રકે સામેથી ટક્કર મારી
આ દરમિયાન લોખંડનો સામાન ભરેલો ટ્રક રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ (wrong side truck accident) જઈ રહ્યો હતો. ટ્રક નંબર GJ 39 DB 9248 અને ઈકો વાન નંબર GJ 17 CK 6134 વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો વાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને તેમાં સવાર છેય યુવકોને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વાનમાં ફસાયા મૃતદેહો, કાચ તોડીને બહાર કાઢ્યા
અકસ્મતમાં ઈકો વાનનો કચ્ચરઘાણ વળી જતાં મૃતદેહ અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ આશરે 10 મિનિટમાં સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાનના કાચ તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બે મૃતદેહ એટલી ગંભીર રીતે ફસાયા હતા કે તેમને બહાર કાઢવા માટે ગ્રાઈન્ડરથી વાહનનો ભાગ કાપવો પડ્યો હતો.
અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર
પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં બદનાવર ટીઆઈ અમિત સિંહ કુશવાહ અને સુરેશ નાગર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે SDM પ્રિયંકા મિમરોદ પણ પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
વડોદરાના પરિવારજનોને જાણ કરાઈ

અકસ્મતમાં મૃત્યુ પામેલા તમામ છ યુવકો વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમના પરિવારજનોને અકસ્માતની જાણ કરી દીધી છે. મૃતદેહોનું પંચનામું કરીને બદનાવર સિવિલ હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવશે.
અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ
ભયાનક અકસ્માતને પગલે ફોરલેન પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધર્યા બાદ ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ટ્રક રોંગ સાઈડમાં કયા કારણોસર જઈ રહ્યો હતો, અકસ્માત સમયે વાહનોની ગતિ કેટલી હતી અને ટ્રકચાલકની ભૂમિકા શું હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. ફરાર ટ્રકચાલકને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાના વોર્ડ નંબર 8માં રસ્તા વચ્ચે વિશાળ ભૂવો, વાહનચાલકો માટે વધ્યો અકસ્માતનો ખતરો
આ પણ વાંચો: અતીક અહેમદના પુત્રના અકસ્માત બાદ તપાસ; કારમાંથી મળ્યા ચોંકાવનારા પુરાવા
આ પણ વાંચો: આબુરોડમાં કાર-બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, યુવક હવામાં ફંગોળાયો
