બંગાળમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ તેનાથી સંબંધિત વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. ગુરુવારે બંગાળમાં મતદાન બાદ હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસઆઈટી પાસેથી તપાસ, વળતર અને સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે પણ આ મામલાને ગંભીરતાથી લીધો છે. ચૂંટણી પંચ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર પાસે પણ જવાબો માંગ્યો છે. જવાબ મળ્યા બાદ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
National Doctors Day / PM મોદી આજે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોને સંબોધન કરશે
આપને જણાવી દઇએ કે, જ્યારે ટીએમસીએ બંગાળમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી, ત્યારે ઘણા વિસ્તારોમાંથી હિંસાનાં અહેવાલો આવ્યા હતા. ભાજપનો આરોપ છે કે, રાજ્યની નવી સરકારનાં ઇશારે વિપક્ષી કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમજ પોલીસે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હોતી. આ પછી સુપ્રીમ કોર્ટમાં આને લગતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા, પરંતુ નોટિસમાં તેમનું નામ શામેલ નથી. બંગાળ સરકાર, કેન્દ્ર અને ચૂંટણી પંચને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.
Supreme Court issues notice to Centre, West Bengal government and Election Commission of India on a plea seeking SIT probe to investigate into causes and reasons of post-poll violence in West Bengal. pic.twitter.com/vfWfcpydAn
— ANI (@ANI) July 1, 2021
વધુ એક વેક્સિન તૈયાર / કોરોનાની વેક્સિન મામલે ભારતને વધુ એક સફળતા, આ કંપનીએ રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી
બંગાળ હિંસા અંગે દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મોટી સંખ્યામાં લોકો રાજ્યમાંથી અસમ અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમના પુનર્વસનની વ્યવસ્થા કરવા હુકમ કરવો જોઈએ. આ સાથે, કેન્દ્રને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આદેશ આપવા માંગ કરવામાં આવી હતી. આ સિવાય, સુરક્ષાની દ્રષ્ટિએ, અર્ધલશ્કરી દળોને ત્યાં તૈનાત કરવા જણાવ્યું હતું. આ અંગે કોર્ટે કહ્યું કે, તેઓ દરેકની પાસેથી જવાબ માંગે છે. તે પછી જ આ મામલે વધુ સુનાવણી થશે. બીજી તરફ ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જીએ આ મામલાથી પોતાને અલગ કરી લીધા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર તે કોલકાતાનાં રહેવાસી છે, તેથી તે આ સુનાવણીમાં હાજરી આપવા માંગતા નથી.

