Cricket/ ભારત પ્રવાસ પહેલા જોફ્રા આર્ચરની આંગળીઓમાં હતો કાચ, છતા રમ્યો ટેસ્ટ અને ટી-20 સિરીઝ

ઈંગ્લેન્ડનાં ઝડપી બોલર જોફ્રા આર્ચરની 29 માર્ચે સફળ સર્જરી થઈ હતી. જાન્યુઆરીમાં ઘરની સફાઈ દરમિયાન આર્ચરને ઈજા થઈ હતી, જેમાં તેની આંગળી કટ થઇ ગઇ હતી.

Sports
asd 19 ભારત પ્રવાસ પહેલા જોફ્રા આર્ચરની આંગળીઓમાં હતો કાચ, છતા રમ્યો ટેસ્ટ અને ટી-20 સિરીઝ

ઈંગ્લેન્ડનાં ઝડપી બોલર જોફ્રા આર્ચરની 29 માર્ચે સફળ સર્જરી થઈ હતી. જાન્યુઆરીમાં ઘરની સફાઈ દરમિયાન આર્ચરને ઈજા થઈ હતી, જેમાં તેની આંગળી કટ થઇ ગઇ હતી. તેમ છતા, આર્ચર ભારતનાં પ્રવાસે આયો હતો અને ટેસ્ટ અને ટી-20 સિરીઝમાં ભાગ લીધો હતો.

asd 20 ભારત પ્રવાસ પહેલા જોફ્રા આર્ચરની આંગળીઓમાં હતો કાચ, છતા રમ્યો ટેસ્ટ અને ટી-20 સિરીઝ

Funny Moment / સ્ટોક્સ આઉટ થયો અને હાર્દિક પંડ્યાએ મેદાનમાં ખેલાડીઓની માંગી માફી, જુઓ Video

જો કે આ પછી આર્ચરને વનડે સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, જેથી તે તેની સારવાર કરાવી શકે. સર્જરી દરમિયાન એક ખૂબ જ ચોંકાવનારી બાબત સામે આવી છે. જણાવી દઇએ કે, જોફ્રા આર્ચરની આંગળીમાંથી કાચનો ટૂકડો નિકળ્યો છે, જેનો ખુલાસો ઈંગ્લેન્ડ ક્રિકેટનાં જ ડિરેક્ટર એશ્લે જાઇલ્સે કર્યો હતો. એશ્લે જાઇલ્સે કહ્યું, ઘરની સફાઇ કરતી વખતે માછલીની ટાંકી ધરાશાયી થતા જોફ્રા આર્ચરનાં જમણા હાથની આંગળી કટ થઇ હતી. તે ઈજાગ્રસ્ત હોવા છતાં ભારત પ્રવાસ પર રમ્યો હતો. જ્યારે આર્ચર કોહલીનાં નિષ્ણાત પાસે ગયો, તો જાણવા મળ્યું કે આંગળી ત્યારે પણ સખત હતી. આર્ચરની સોમવારે (29 માર્ચ) સર્જરી કરાઈ હતી. આ સમય દરમિયાન તેની આંગળીમાંથી કાચનો એક નાનો ટુકડો મળી આવ્યો હતો.”

asd 21 ભારત પ્રવાસ પહેલા જોફ્રા આર્ચરની આંગળીઓમાં હતો કાચ, છતા રમ્યો ટેસ્ટ અને ટી-20 સિરીઝ

ક્રિકેટને લાગ્યું ગ્રહણ / સચિન, પઠાણ ભાઇઓ બાદ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર કોરોના પોઝિટિવ

એશ્લે જાઇલ્સે કહ્યું કે, આર્ચરની સર્જરી સફળ રહી છે અને ભારતની યાત્રા દરમિયાન તેની ઈજાની પૂરી કાળજી લેવામાં આવી છે. ઈંગ્લેંડનાં બોલરે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 42 વિકેટ ઝડપી છે. આર્ચેરે 17 વન-ડેમાં 30 અને 12  ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 14 વિકેટ ઝડપી છે. ભારત પ્રવાસ પર ઈંગ્લેન્ડને ટેસ્ટ, ટી-20 અને વનડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 3-1, વનડેમાં 2-1 થી અને ટી-20 માં 3-2થી હરાવી સિરીઝ પોતાના નામે કરી હતી. ઈંગ્લેન્ડે છેલ્લી મેચ રવિવારે રમી હતી. ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં તેને 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ