Not Set/ બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને ઇનિંગ્સ અને ૫૫ રને હરાવી ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી કરી સરભર

હેડિંગ્લી, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ૨ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ટીમે ઇનિંગ્સ અને ૫૫ રને શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. વિકેટકીપર બેટ્સમેન જોશ બટલર અને બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડે મહેમાન ટીમને ઇનિંગ્સથી હરાવી હતી. આ સાથે ઇંગ્લેન્ડની ટીમે શ્રેણી ૧-૧થી સરભર કરી છે. A thrashing! Pakistan collapse to 134 all out […]

Sports
DeyBjXbXUAA 3Tm બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને ઇનિંગ્સ અને ૫૫ રને હરાવી ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી કરી સરભર

હેડિંગ્લી,

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ૨ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ટીમે ઇનિંગ્સ અને ૫૫ રને શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. વિકેટકીપર બેટ્સમેન જોશ બટલર અને બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડે મહેમાન ટીમને ઇનિંગ્સથી હરાવી હતી. આ સાથે ઇંગ્લેન્ડની ટીમે શ્રેણી ૧-૧થી સરભર કરી છે.

બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં પાકિસ્તાનની ટીમ માત્ર ૧૭૪ રનમાં જ સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી માત્ર સદાબ ખાને સૌથી વધુ ૫૬ રન ફટકાર્યા હતા, જો કે આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ઇંગ્લેન્ડના બોલરો સામે ટકી શક્યા ન હતા. યજમાન ટીમ તરફથી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ અને ક્રિશ વોક્સે અનુક્રમે ૩-૩ વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ યજમાન ટીમે પ્રથમ ઇનિગ્સમાં ૩૬૩ રનનો સ્કોર ખડકયો હતો અને પાકિસ્તાન પર ૧૮૯ રનની લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે સૌથી વધુ અણનમ ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો. બટલરની શાનદાર ઇનિંગ્સની સાથે સાથે કેપ્ટન જોઈ રૂટે ૪૫, ડોમિનિક બેસે ૪૯ રન બનાવ્યા હતા. જયારે પાકિસ્તાન તરફથી ફહિમ અસરફે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ દ્વારા પ્રથમ ઇનિગ્સમાં આપવામાં આવેલી ૧૮૯ રનની લીડ સામે પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગ્સમાં પણ ૧૩૪ રનના સ્કોરે જ તંબુભેગી થઇ ગઈ હતી અને ઇનિંગ્સ અને ૫૫ રને પરાજય થયો હતો. મહેમાન ટીમ તરફથી ઓપનર બેટ્સમેન સૌથી વધુ ૩૪ રન બનાવ્યા હતા. જયારે ઇંગ્લેન્ડના બોલરોએ બીજી ઇનિંગ્સમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું હતું. સ્ટુઅર્ટ બ્રોડ અને ડોમિનિક બેસે અનુક્રમે ૩-૩ વિકેટ ઝડપી હતી.

આ પહેલા ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડસમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડને ૯ વિકેટે હાર આપી હતી.