Cricket/ ઇન્ડીયાના ખેલાડીઓની ઈજા માટે IPL જવાબદાર છે ? જાણો, કોણે કર્યો મોટો ઘટસ્ફોટ

જસ્ટીન લેંગરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, આ સિઝનમાં ઇજાની યાદી લાંબી છે. મને લાગે છે કે, આઇપીએલ 2020 નુ ટાઇમીંગ યોગ્ય નહોતુ. ખાસ કરીને આવડી મોટી સીરીઝના પહેલા તો સહેજ પણ નહી.

Sports
a 198 ઇન્ડીયાના ખેલાડીઓની ઈજા માટે IPL જવાબદાર છે ? જાણો, કોણે કર્યો મોટો ઘટસ્ફોટ

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની સીરીઝ હાલ 1-1થી સરભર છે અને સિરીઝની અંતિમ ટેસ્ટ બ્રિસબેનમાં રમાવાની છે, પરંતુ આ પહેલા ટીમ ઇન્ડિયાની કમર તૂટી ગઈ છે. કારણ કે હાલમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ ભારતના મોટા ભાગના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે.

ભારતીય ટીમના ખેલાડીઓની આ ઈજાને લઈને હવે ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે મોટું નિવેદન આપ્યું છે. જસ્ટીન લેંગરે આ માટે IPL ની અંતિમ સીઝન જવાબદાર હોવાનુ કારણ ગણાવ્યુ છે. લેંગરે જણાવ્યું જતું કે, IPL ના ટાઇમીંગને લઇને બંને દેશોના આટલા બઘા ખેલાડીઓને ઇજા પહોંચાડવામાં ફાળો છે.

Justin Langer praises Australia's support for bushfire relief – 2GB

જસ્ટીન લેંગરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, આ સિઝનમાં ઇજાની યાદી લાંબી છે. મને લાગે છે કે, આઇપીએલ 2020 નુ ટાઇમીંગ યોગ્ય નહોતુ. ખાસ કરીને આવડી મોટી સીરીઝના પહેલા તો સહેજ પણ નહી.

આપને જણાવી દઈએ કે, અત્યારસુધીમાં ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં મહંમદ શામી, કેએલ રાહુલ, ઉમેશ યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને હનુમાન વિહારી ઈજાગ્રસ્ત થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો