Not Set/ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’નું સોંગ ‘ફકીરા’ થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ, પુનીત મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’ રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે હવે આ ફિલ્મનું એક નવું સોંગ ‘ફકીરા’ રિલીઝ થયું છે. જેને ટાઈગર અને અનન્યા પર ફિલ્માવામાં આવ્યું છે. આ વીડિયોને કરણ જોહરે તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’ 10મી મેના રોજ […]

Entertainment
arna 4 ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’નું સોંગ ‘ફકીરા’ થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ,

પુનીત મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’ રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે હવે આ ફિલ્મનું એક નવું સોંગ ‘ફકીરા’ રિલીઝ થયું છે. જેને ટાઈગર અને અનન્યા પર ફિલ્માવામાં આવ્યું છે. આ વીડિયોને કરણ જોહરે તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યું છે.

ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’ 10મી મેના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં મેન લીડ રોલમાં ટાઈગર શ્રોફ નજરે આવશે જ્યારે તેના અપોઝિટ અનન્યા પાંડે અને તારા સુતારિયા છે જે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું એક નવું સોંગ ‘ફકીરા’ આજે રિલીઝ થયું છે. જેને ટાઈગર અને અનન્યા પર ફિલ્માવામાં આવ્યું છે. આ વીડિયોને કરણ જોહરે તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યું છે.

https://twitter.com/karanjohar/status/1124627199527493633

આ ગીતમાં ટાઈગર અને અનન્યા વચ્ચે શાનદાર બોન્ડિંગ દેખાઈ રહી છે. બન્ને સાથે ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો સોંગને અત્યાર સુધી 4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ગીતના લિરિક્સ અંવિતા દત્તે લખ્યા છે. જ્યારે સનમ પુરી અને નીતિ મોહને આ ગીત ગાયું છે. ગીતનું મ્યુઝિક વિશાલ-શેખરેની જોડીએ કંપોઝ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મનું Hook Up સોંગ રિલીઝ થયું હતું. જેમાં ટાઇગર અને આલિયા ભટ્ટનો જબરદસ્ત રોમાન્સ જોવા મળ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું ફકીરા સોંગ રિલીઝ થયું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ 2012ની ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર’ની સીક્વલ છે. જેમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી સફળતા હાંસલ કરી હતી.