Cricket/ કેપ્ટનશીપ બાદ બેટિંગમાં પણ રોહિતે ઉડાવી કોહલીની ગિલ્લી

વર્ષ 2021 વિરાટ કોહલી માટે જાણે એક શ્રાપ બરાબર સાબિત થયો છે. જી હા, કેપ્ટન પદેથી હટાવ્યા બાદ સતત વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

Sports
virat vs rohit

વર્ષ 2021 વિરાટ કોહલી માટે જાણે એક શ્રાપ બરાબર સાબિત થયો છે. જી હા, કેપ્ટન પદેથી હટાવ્યા બાદ સતત વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે વિરાટ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

11 2021 12 17T143102.395 કેપ્ટનશીપ બાદ બેટિંગમાં પણ રોહિતે ઉડાવી કોહલીની ગિલ્લી

આ પણ વાંચો – Ashes series / વોર્નરે તોડ્યો 100 વર્ષ જુનો રેકોર્ડ, નહી તોડવા માંગે કોઇ અન્ય બેટ્સમેન

આપને જણાવી દઇએ કે, વિરાટ કોહલી માટે આ વર્ષ બિલકુલ સારું રહ્યું નથી. તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી અને ત્યારબાદ T20 વર્લ્ડકપમાં પણ શરમજનક પ્રદર્શન કર્યું હતું. કોહલીનું બેટ પણ રન બનાવી શક્યું ન હતું. આ બધાની વચ્ચે કોહલીએ T20ની કેપ્ટનશીપથી રાજીનામું આપી દીધું, ત્યારપછી BCCIએ તેની પાસેથી ODIની કેપ્ટનશીપ છીનવી લીધી. આ બન્ને ફોર્મેટમાં રોહિત શર્માને કમાન સોંપવામાં આવી હતી. એટલું જ નહીં, કોહલીએ અન્ય એક મામલામાં રોહિત શર્મા અને વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને પાછળ છોડી દીધા છે. જણાવી દઇએ કે, આ વર્ષે સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલામાં કોહલી વિશ્વનાં ટોપ-15 ખેલાડીઓની યાદીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે રોહિત અને પંત ટોપ-5માં યથાવત છે. રોહિત શર્માએ 2021માં કુલ 11 ટેસ્ટ રમી જેમાં તેણે 47.68ની એવરેજથી 906 રન બનાવ્યા હતા. આ સાથે તે વિશ્વનાં ટોપ સ્કોરરમાં બીજા નંબરે છે. તેનાથી ઉપર માત્ર ઈંગ્લિશ કેપ્ટન જો રૂટ છે જેણે અત્યાર સુધી 14 ટેસ્ટમાં 64.33ની એવરેજથી 1544 રન બનાવ્યા છે. તે હવે એશિઝ સીરીઝ પણ રમી રહ્યો છે, તેથી તેની પાસે પણ 2 હજાર રન બનાવવાની તક છે.

11 2021 12 17T143149.432 કેપ્ટનશીપ બાદ બેટિંગમાં પણ રોહિતે ઉડાવી કોહલીની ગિલ્લી

આ પણ વાંચો – ક્રિકેટ / વેસ્ટ ઇન્ડિઝ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી સ્થગિત…

ટોપ-10 સ્કોર કરનારાઓમાં ત્રણ ભારતીય બેટ્સમેન સામેલ છે. રોહિત સિવાય રિષભ પંત 11 ટેસ્ટમાં 706 રન સાથે ચોથા નંબર પર છે. આ સાથે જ ચેતેશ્વર પૂજારાએ 13 ટેસ્ટમાં 686 રન બનાવ્યા છે. આ સાથે તે છઠ્ઠા નંબર પર હાજર છે. જોકે પંત અને પૂજારાએ આ મહિને વધુ એક ટેસ્ટ રમવાની છે. આ મેચ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકામાં રમાશે. આવી સ્થિતિમાં બંનેને ઉપર આવવાની તક મળશે. વિરાટ કોહલી આ વર્ષે ટેસ્ટમાં 500 રનનાં આંકડાને પણ સ્પર્શી શક્યો નથી. તેણે 10 ટેસ્ટમાં માત્ર 483 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ માત્ર 28.41 રહી છે. જો કે તેને આ વર્ષે વધુ એક ટેસ્ટ પણ રમવાની છે. આવી સ્થિતિમાં તેને આ રેકોર્ડમાં થોડો સુધારો કરવાની તક મળશે. આ મેચ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકામાં રમાશે.