Not Set/ શાળામાં વકરતો કોરોના, આ જિલ્લામાં ત્રણ વિધાર્થી સહિત એક શિક્ષક થાય કોરોના સંક્રમિત

નિર્મલા કોન્વેન્ટ શાળામાં ઓનલાઈન ઘરેથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ છે. જો કે તે શાળાએ આવતી ન હોવાથી શાળામાં કોઈને સંપર્ક થયો નથી.

Top Stories Gujarat Rajkot
વિધાર્થીઓ શાળામાં વકરતો કોરોના, આ જિલ્લામાં ત્રણ વિધાર્થી સહિત એક
  • રાજકોટની શાળાઓમાં કોરોના કેસ વધ્યા
  • 3 સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકને કોરોના
  • અલગ અલગ સ્કૂલના 3 વિદ્યાર્થીને કોરોના
  • એમ વી ધુલેશિયામાં એક શિક્ષકને કોરોના
  • નિર્મલા, SNK, નચિકેતા સ્કૂલના વિદ્યાર્થીને કોરોના
  • નિર્મલા સ્કૂલમાં કોરોના મામલે DEO સ્પષ્ટતા
  • વિદ્યાર્થિની શાળા નહીં આવતી હોવાની સ્પષ્ટતા

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે શાળા ખૂલતાં વિધાર્થીઓમાં પણ કોરોનાનું જોખમ વધી ગયું છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લામાં એક સાથે જુદીજુદી શાળામાં અભ્યાસ  કરતાં ત્રણ વિધાર્થીઓ અને એક શાળાના એક શિક્ષક કોરોના સંક્રમિત મળીઆવ્યા છે. જેને લઈ વાલી  અને વિધાર્થીઓમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની નિર્મલા કોન્વેન્ટ, એસ.એન.કે  અને  નચિકેતા સ્કુલના વિધાર્થીઓમાં કોરોના કેસ જોવા મળ્યો છે. ત્યારે એમવી ધુલેશિયા શાળાના શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.

નિર્મલા કોન્વેન્ટ શાળામાં ઓનલાઈન ઘરેથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ છે. જો કે તે શાળાએ આવતી ન હોવાથી શાળામાં કોઈને સંપર્ક થયો નથી. જ્યારે એસએનકે સ્કુલમાં ધોરણ 10માં ભણતા ટ્વીન્સ ભાઈ-બહેન કોરોના સંક્રમિત થયા છે તેથી આજે શાળાના અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે.​​​​

જ્યારે નચિકેતા શાળામાં ધો.5માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. ધો.5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોરોના પોઝીટીવ આવતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે. શાળામાં  તા.21મી સુધી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ઓનલાઈન વર્ગ ચલાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એમવી ધુલેશિયા સ્કુલના એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.

National / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પત્નીનું  આખરી સલામ કહ્યું,- 

Life Management / શિષ્ય સારી મૂર્તિઓ બનાવતો હતો, છતાં ગુરુ તેને ટોકતાં હતા, એક દિવસ શિષ્યને ગુસ્સો આવ્યો અને.. 

ધર્મ / સૂર્યે રાશિ બદલી છે, હવામાન બદલાશે, મોંઘવારી ઘટી શકે છે, સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવશે

ધર્મ / POKમાં શરૂ થયું શારદા દેવી મંદિરનું નિર્માણ, આ ધાર્મિક સ્થળનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે