Bollywood/ બીજી વખત માતા બન્યા પછી કરીનાએ બતાવી ઝલક, ઇન્સ્ટાગ્રામ પર પૂરુ કર્યુ 1 વર્ષ

બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ખાન બીજી વખત ફરીથી માતા બની છે. દરેક જણ તેમના બીજા બાળકની ઝલક જોવા માંગે છે. તેના ચાહકો રાહ જોઇ રહ્યા છે કે ટૂંક સમયમાં કરીના તેના બાળકની તસવીર શેર કરશે. જોકે, આ દરમિયાન કરીનાએ એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં કરીનાએ પોતાનું ન્યૂ બોર્ન બેબી બતાવ્યું ન […]

Entertainment
kareena insta બીજી વખત માતા બન્યા પછી કરીનાએ બતાવી ઝલક, ઇન્સ્ટાગ્રામ પર પૂરુ કર્યુ 1 વર્ષ

બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ખાન બીજી વખત ફરીથી માતા બની છે. દરેક જણ તેમના બીજા બાળકની ઝલક જોવા માંગે છે. તેના ચાહકો રાહ જોઇ રહ્યા છે કે ટૂંક સમયમાં કરીના તેના બાળકની તસવીર શેર કરશે. જોકે, આ દરમિયાન કરીનાએ એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં કરીનાએ પોતાનું ન્યૂ બોર્ન બેબી બતાવ્યું ન હતું, પરંતુ તેના ચાહકોને એક મોટા સમાચાર આપ્યા છે. ખરેખર કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે તેમણે પોતાના ચાહકો સાથે એક વીડિયો શેર કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.

થોડાક જ સેકન્ડના આ વીડિયોમાં કરીનાની લગભગ દરેક પોસ્ટને કવર કરવામાં આવી છે. આ ટૂંકા વીડિયોમાં કરીનાએ સૈફ અને તૈમૂર ઉપરાંત ગર્લગેંગ સાથે પોસ્ટ કરેલી તસવીરની એક ઝલક છે. આ પોસ્ટમાં કરીનાએ લખ્યું છે કે ‘હું વધુ મનોરંજન કરવાનું ચાલુ રાખીશ. જણાવી દઈએ કે કરીનાએ માર્ચ 2020માં આ પ્લેટફોર્મ જોઇન કર્યુ હતુ, આવી સ્થિતિમાં, તેણે વ્યક્તિગત પોસ્ટનો વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષોનો જર્ની લૂક જોવા મળી રહ્યો છે.

હિના ખાન બતાવ્યું ટ્રોફીનું કલેક્શન, સેલ્ફ મેડ ગર્લનો વીડિયો જોઇને ચાહકોએ કહ્યું..


કરીનાના આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વીડિયો દ્વારા ચાહકોને આશા હતી કે તેઓ તેમના નાના પુત્રની એક ઝલક બતાવશે પરંતુ આવું થયું નથી. ફરી એકવાર નિરાશા થઇ છે. કરીનાના ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષમાં 6.1 મિલિયન ફોલોઅર્સ છે. ખાસ વાત એ છે કે કરીના તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સતત ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

Saif Ali Khan shares update after Kareena Kapoor gives birth to second child: 'Mom and baby are safe and healthy' | Hindustan Times

આમિર ખાન અને કરીના કપૂર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢા’ આવી રહી છે. આ ફિલ્મમાં કરીના ફરી એકવાર આમિર ખાનની સાથે જોવા મળશે. પહેલા કરીના ફિલ્મ ‘ઇંગ્લિશ મીડિયમ’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કરીનાએ દિગ્ગજ એક્ટર ઇરફાન ખાન સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં કરીનાએ પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી.