ગુજરાતમાં એક બાજુ લઠ્ઠાકાંડએ લોકોનો જીવ લીધો છે.ત્યા તો બીજી બાજુ વલસાડમાં પોલીસ જ ખુદ દારૂની મહેફીલમાં મસ્ત છે. વલસાડના અતુલમાં દારૂની મહેફિલમાં SPએ રેડ પાડી હતી. જેમાં PSI અને 3 કોન્સ્ટેબલ પણ દારૂની મહેફિલ કરતા પકડાયા હતા.જોકે દારૂની મહેફિલમાં SP આવી જતા PSIનો પરસેવો છુટી ગયો હતો. હવે ખાખી સામે જ અનેક સવાલો પેદા થઇ રહ્યા છે. અંદાજે 20થી વધુ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લખનીય છે કે, આ દારૂની મહેફિલને લઇને પોલીસને અગાઉથી જ બાતમી મળી ગઇ હતી. જેના લીધે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

રાજ્યમાં લઠ્ઠા કાંડને લઈને પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસનો જ PSI અને કોન્સ્ટેબલ મિત્ર ના જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતાં ઝડપાતા જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.વલસાડ SPએ ચેક કરતા નાનાપોઢાના PSI અને 3 કોસ્ટબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. વલસાડ SPએ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

બોટાદના બરવાળા લઠ્ઠાકાંડેતો અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યાછે. કારણ કે આ ઝેરી દારૂએ કોઇનો પતિ છીનવી લીધો, તો આ દારુએ કોઇનો દીકરો છીનવી લીધો. જેને કારણે અનેક પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. ત્યારે અમે જણાવી દઇએ કે, આ ગંભીર ઘટનામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 41 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો:વિશ્વભરમાં મંકીપોક્સના 16 હજારથી વધુ કેસ, જાણો ભારતમાં કેટલો ખતરો અને કયા રાજ્યો એલર્ટ
આ પણ વાંચો: CBIએ લાલુ યાદવના OSD રહેલા ભોલા યાદવની કરી ધરપકડ, રેલ્વે ભરતી કૌભાંડમાં 4 સ્થળોએ દરોડા
આ પણ વાંચો:લઠ્ઠાકાંડમાં 39ના મોત બાદ સરકાર એકશનમાં,10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ
