બોટાદના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 39 લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો જુદી જુદી હોસ્પિટલમાં એડમિટ થયા છે. આ મામલે પોલીસે ગઇકાલે એટલેકે રાજ્યાના DGPએ પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો હતો કે પાણીમાં કેમિકલ આપીને દારૂ વેચવામાં આવ્યું છે,આ એક કેમિકલકાંડ છે. આ લઠ્ઠાકાંડની ચર્ચા ટોક ઓફ ધ નેશન બની છે. આ મામલે મુખ્યમંત્રી ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી,અને સત્વરે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેમિકલ કાંડમાં અત્યાર સુધી 39 લોકોનો ભોગ લેવાયો છે. હજી પણ અનેક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં મોતનો આંકડો હજી વધી શકે તેવી શક્યતા છે. ત્યારે બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં 10, દેવગણા ગામમાં 4, ચદરવા ગામમાં 3 અને પોલારપુર ગામમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે રાણપુર, ભીમનાથ, રાણપરી, વેજલકા, વહિયા અને સુંદરણીયા ગામમાં 1-1 લોકોના મોત થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કોરડા ગામ એકનું મોત થયું છે. આ ઉપરાંત ધંધૂકામાં 11 લોકોના મોત થયા છે.હજુપણ મૃત્યુઆંક વધી શકે છે
