મુંબઇ,
ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘કોન બનેગા કરોડપતિ’ ટૂંક સમયમાં જ તેની 11 મી સિઝન સાથે પરત આવાનો છે. આ બાબતની માહિતી શોના હોસ્ટ અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિઅલ મીડિયા પર આપી છે.
અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર એકાઉન્ટ ટ્વીર કર્યું, ‘આદર આદર અભિનંદન આભાર! હું અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, આ વર્ષે 2019 નું નવું અભિયાન … કોન બનેગા કરોડપતિ … કેબીસી !! ખૂબ જ જલ્દી તમારા ઘર માં !! ‘ દર્શકો તેમના આ ટ્વિટ્સમાં ખૂબ પસંદ કર્યું છે.
હાલ એ વાતનો ખુલાસો થયો નથી કે કેબીસીના સીઝન 11 માટે રજિસ્ટ્રેશન ક્યારેથી શરૂ થશે. કોમ બનેગા કરોડપતિ સીઝન 10 માં 31 મિલિયન રજિસ્ટ્રેશન ફક્ત 15 દિવસમાં કરવીને પાછલા બધા રેકોર્ડ તોડ્યા હતા. વર્ષ 2000 માં શરૂ થયેલ આ ગેમ શો આજે પણ દર્શકોને પસંદ છે.
કેબીસીના બધા જ સીઝન હિટ રહ્યા છે. અમિતાભ બચ્ચન સિવાય આ શોને શાહરુખ ખાન પણ હોસ્ટ કરી ચુક્યા છે.