Not Set/ ફેસબુકનો ઉપયોગ ન કરનારા યુઝર્સના ડેટા પણ થઇ રહ્યા છે લીક, ઝુકરબર્ગે કર્યો ખુલાસો

વોશિંગ્ટન, ફેસબુક ડેટા મામલો હાલ દુનિયાભરમાં ચર્ચાઈ રહેલો એક મુખ્ય મુદ્દો બન્યો છે. ડેટા લીક થવાના કારણે વિશ્વની સૌથી મોટી સોશિયલ સાઈટસ ફેસબુક એક વિવાદોના ઘેરાઈ છે. આ મામલે આ સંસ્થાના CEO માર્ક ઝુકરબર્ગ પણ પોતાની ભૂલ માની ચુક્યા છે અને માંફી માંગી ચુક્યા છે પરંતુ હવે ફેસબુકનો ઉપયોગ ન કરનારા યુઝર્સના ડેટા અંગે જે […]

World
rfdfd ફેસબુકનો ઉપયોગ ન કરનારા યુઝર્સના ડેટા પણ થઇ રહ્યા છે લીક, ઝુકરબર્ગે કર્યો ખુલાસો

વોશિંગ્ટન,

ફેસબુક ડેટા મામલો હાલ દુનિયાભરમાં ચર્ચાઈ રહેલો એક મુખ્ય મુદ્દો બન્યો છે. ડેટા લીક થવાના કારણે વિશ્વની સૌથી મોટી સોશિયલ સાઈટસ ફેસબુક એક વિવાદોના ઘેરાઈ છે. આ મામલે આ સંસ્થાના CEO માર્ક ઝુકરબર્ગ પણ પોતાની ભૂલ માની ચુક્યા છે અને માંફી માંગી ચુક્યા છે પરંતુ હવે ફેસબુકનો ઉપયોગ ન કરનારા યુઝર્સના ડેટા અંગે જે માહિતી સામે આવી છે તે જાણીને તમે પણ ચોકી શકો છો.

દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના CEOએ ઝુકરબર્ગે સ્વીકાર કર્યો છે કે, “ફેસબુક એ લોકોના પણ ડેટા ટ્રેસ કરી રહી છે જેઓ FBનો ઉપયોગ કરતા નથી”.

માર્ક ઝુકરબર્ગે અમેરિકી રિપ્રેઝન્ટેટિવ સમક્ષ માન્યું હતું કે, “ફેસબુક તેઓના પણ ડેટા એકઠા કરે છે જેઓ આં સોશિયલ સાઈટના રજીસ્ટર્ડ યુઝર્સ નથી,પરંતુ તેઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે”. ઝુકરબર્ગના આ નિવેદન બાદ હવે દુનિયામાં ફેસબુકના ડેટા પ્રાઈવસીને લઇ વધુ એકવાર સવાલો ઉભા થયા છે.

મહત્વનું છે કે, ગત મહિને ફેસબુક દ્વારા પોતાના કરોડો યુઝર્સના કેટલાક ગુપ્ત ડેટા બ્રિટનની પોલિટિકલ કન્સલ્ટન્ટસી કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જાહેર કર્યા હતા. જો કે ત્યારબાદ કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે, ફેસબુકના કરોડો યુઝર્સના ડેટા આ કંપની દ્વારા ૨૦૧૬ના થયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો પહોચાડ્યો હતો.

બુધવારે અમેરિકી રિપ્રેઝન્ટેટિવ બેન લુજાને ડેટા પ્રાઈવસીને લઇ ઝુકરબર્ગને સવાલ પૂછ્યો હતો કે, ફેસબુક એ લોકોના પણ ડેટા એકઠા કરે છે જેઓ આં સોશિયલ સાઈટ ફેસબુક પર સાઈનઅપ કર્યું નથી અને તમે કહી રહ્યા છો કે ડેટા પર કંટ્રોલ છે. જો કે આ અંગે ઝુકરબર્ગ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

આ ખુલાસા બાદ વકીલોએ કહ્યું, ફેસબુકને એક એવી સિસ્ટમ લાવવી જોઈએ જેથી ફેસબુકનો ઉપયોગ ન કરનારા લોકો પણ જાણી શકે કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પાસે તેઓની કઈ કઈ જાણકારી છે. નોધનીય છે કે, આ પહેલા ફેસબુક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારના ટુલ બનાવવા માટે તેઓ પાસે કોઈ યોજના નથી.

નોન-ફેસબુક યુઝર્સના ડેટા કંપની પોતાના નેટવર્કનો ઉપયોગ કરનારા યુઝર્સ પાસેથી એકઠા કરવામાં આવતા હોય છે, જયારે કોઈ યુઝર્સ પોતાના કોઈ મિત્રનો ઈમેલ અપલોડ કરતા હોય છે. આ ઉપરાંત બીજી જાણકારી ” cookies” દ્વારા આવતી હોય છે. નાની ફાઈલોને  એક બ્રાઉઝર દ્વારા સ્ટોર કરવામાં આઅવે છે અને ફેસબુક તેને ઈન્ટરનેટ પર બીજા લોકોને ટ્રેક કરવા માટે ઉપયોગ કરે છે.

કેટલીકવાર આ જાણકારીનો ઉપયોગ વિજ્ઞાપનો માટે પણ કરવામાં આવતો હોય છે. રોયટર્સને આપવામાં આવેલા એક નિવેદનમાં ફેસબુક દ્વારા જણાવ્યું હતું કે, “ડેટા એકઠા કરવાનો આ ટેકનિક બતાવે છે કે ઈન્ટરનેટ કઈ રીતે કામ કરે છે.