Not Set/ અમેરિકાએ H1B વિઝાની ફીમાં આટલો કર્યો વધારો

અમેરિકામાં જઈને કામ કરવા ઇચ્છુક લોકોએ હવે વીઝા માટે વધુ રકમ ખર્ચવી પડશે. અમેરિકાએ H-1B વિઝા માટે એપ્લિકેશન ફી 10 ડોલર (અંદાજે રૂ.700)નો વધારો કર્યો છે, જે ફી નોન-રિફંડેબલ હશે. હાલ આ વીઝા માટે 32 હજાર રૂપિયા વસૂલ કરાય છે. અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (USCIS)એ સ્ટેટમેન્ટ દ્વારા કહ્યું છે કે અમેરિકાને ફી વધારો આ […]

World
mahiar 8 અમેરિકાએ H1B વિઝાની ફીમાં આટલો કર્યો વધારો

અમેરિકામાં જઈને કામ કરવા ઇચ્છુક લોકોએ હવે વીઝા માટે વધુ રકમ ખર્ચવી પડશે. અમેરિકાએ H-1B વિઝા માટે એપ્લિકેશન ફી 10 ડોલર (અંદાજે રૂ.700)નો વધારો કર્યો છે, જે ફી નોન-રિફંડેબલ હશે. હાલ આ વીઝા માટે 32 હજાર રૂપિયા વસૂલ કરાય છે.

અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (USCIS)એ સ્ટેટમેન્ટ દ્વારા કહ્યું છે કે અમેરિકાને ફી વધારો આ બાબતે કામમાં લાગશે ગેરકાયદે ઘુસણખોરીને રોકવા, એવા બોગસ લોકોને પકડી પાડવા તેમજ સાચ્ચા અરજદારોને પસંદ કરવાની અને ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં અમને આ ફી વધારો કામ લાગશે.

આ ફી દ્વારા ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ (ERS)ને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે, આથી આવનારા સમયમાં H-1B વિઝા માટે લોકોના સિલેક્શનમાં સરળતા રહેશે.

 H 1B વીઝા અમેરિકી કંપનીઓને વિદેશી નિષ્ણાતોને કામચલાઉ નોકરીએ રાખવામાં મદદ કરે છે. આ વીઝાની અરજી કરનારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અથવા કોઇ ખાસ ક્ષેત્રની વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ કે પોસ્ટગ્રેજ્યુએટ હોય છે. ફેડરલ એજન્સી 2021ના વર્ષ માટેના રજિસ્ટ્રેશનને આ રીતે નવી પદ્ધતિથી અમલમાં લાવવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.