અકસ્માત/ બરફથી ઠંકાયેલા રસ્તા પર થયો ભયાનક અકસ્માત, એક પછી એક ડઝનેક વાહનો એકબીજા સાથે અથડાયા

શિયાળાની ઋતુ આવવાની સાથે જ માર્ગ અકસ્માતો પણ વધવા લાગે છે. ખાસ કરીને બરફીલા પ્રદેશમાં આવુ વધુ જોવા મળે છે. જણાવી દઇએ કે, અમેરિકામાં ઠંડીનાં કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો છે.

World
માર્ગ અકસ્માત

શિયાળાની ઋતુ આવવાની સાથે જ માર્ગ અકસ્માતો પણ વધવા લાગે છે. ખાસ કરીને બરફીલા પ્રદેશમાં આવુ વધુ જોવા મળે છે. જણાવી દઇએ કે, અમેરિકામાં ઠંડીનાં કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો છે. તાજેતરમાં જ ઠંડીનાં કારણે અમેરિકામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો – સાપ કરડ્યો / સલમાન ખાનને સાપે માર્યો ડંખ, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા,જાણો સમગ્ર વિગત

આપને જણાવી દઇએ કે, અમેરિકાનાં વિસ્કોન્સિનમાં રસ્તાઓ પર બરફનાં કારણે અનેક વાહનો અથડાઈ ગયા છે. જે બાદ વિસ્કોન્સિનનાં હાઈવે નંબર 94નો 34 માઈલનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાની તસવીરો પોલીસે સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. એક માહિતી અનુસાર, આ વાહનોનાં અકસ્માતનું કારણ રસ્તા પર બરફ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે વાહનો ક્રેશ થયા છે તેમાં ટ્રેક્ટર, ટ્રેલર જેવા અનેક ડઝનેક વાહનોનો સમાવેશ થાય છે. રોડ slippery હોવાથી ચાલકોએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ડઝનબંધ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ ઘટના બાદ હાઈવે નંબર 94નો 34 માઈલનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો શેર કરતા પોલીસે લખ્યું- ‘ભગવાનનો આભાર. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી આ તસવીરો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર મેનોમોની અને બ્લેક રિવર ફોલ્સ વચ્ચે હિમવર્ષાને કારણે રસ્તો ઘણો slippery હતો. જેના કારણે લોકોએ વાહનો પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ડઝનબંધ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

અહી Click કરી Photos જુઓ

આ પણ વાંચો – 2021નો ખિતાબ જીતનાર / મિસ યુનિવર્સ હરનાઝ સંધુ અભિનેત્રી બનવા માગે છે,અનેક વાતચીત પર આપ્યા જવાબ,જાણો વિગત

સોશિયલ મીડિયા પર આ તસવીર શેર થતા જ લોકોએ ઝડપથી તેમની પ્રતિક્રિયા નોંધાવવાનું શરૂ કર્યું. આ તસવીરો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, ઠંડીનાં વાતાવરણમાં આવા અકસ્માતો વારંવાર જોવા મળે છે. વળી, અન્ય એક વ્યક્તિએ લખ્યું કે મારા મતે, જો આપણે થોડા વધુ સાવચેત રહીએ તો આવા અકસ્માતો અમુક અંશે ટાળી શકાય છે. આ સિવાય ઘણા લોકોએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે.