Not Set/ સલૂનમાં કાચ તોડી હરણે મહિલા ઉપર માર્યો કૂદકો, સીસીટીવીમાં કેદ થઇ ઘટના

ન્યૂયોર્કનાં સલૂનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક હરણ સલૂન શોપનો આગળનો સાઇડનો કાચ તોડી અંદર ઘૂસી ગયુ હતુ. જ્યારે તે કાચ તોડી અંદર કૂદી ગયુ, ત્યારે તે સોફા પર બેઠેલી મહિલાને સ્પર્શ કરી નિકળી ગયુ. તિક્ષ્ણ સિંગડાવાળા હરણે થોડી જ વારમાં આખા સલૂનમાં તોફાન મચાવી દીધુ હતુ. તેણે અહી ભારે તોડફોડ કરી. […]

Top Stories World
thumbnail h સલૂનમાં કાચ તોડી હરણે મહિલા ઉપર માર્યો કૂદકો, સીસીટીવીમાં કેદ થઇ ઘટના

ન્યૂયોર્કનાં સલૂનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક હરણ સલૂન શોપનો આગળનો સાઇડનો કાચ તોડી અંદર ઘૂસી ગયુ હતુ. જ્યારે તે કાચ તોડી અંદર કૂદી ગયુ, ત્યારે તે સોફા પર બેઠેલી મહિલાને સ્પર્શ કરી નિકળી ગયુ. તિક્ષ્ણ સિંગડાવાળા હરણે થોડી જ વારમાં આખા સલૂનમાં તોફાન મચાવી દીધુ હતુ. તેણે અહી ભારે તોડફોડ કરી.

Image result for deer in salon shop

આ ભયજનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. સીબીએસ ન્યૂઝનાં જણાવ્યા અનુસાર, હરણ જે મહિલા ઉપથી નિકળ્યો તે હેર કટ માટે આવેલી હતી અને તે ત્યા સોફામાં બેઠી હતી. અચાનક કાચ તોડીને આવેલા હરણે મહિલાને થોડીક ઇજાઓ પહોચાડી હતી.

Image result for deer in salon shop

આ વીડિયોને શનિવારે શેર કરવામાં આવ્યો હતો, જેને આશરે 50 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. સલૂનની દુકાનની માલિક, જેનિસે હેરેદિયાએ વાત કરતા કહ્યું કે, તે સમયે મારા મગજમાં ઘણું બધું ચાલતું હતું.

https://twitter.com/theprincetyy/status/1180879733308960776

મને લાગ્યું કે એક કાર ફૂલ સ્પિડે આવીને દુકાનમાં ઘૂસી ગઇ. હરણને જોઇને હુ ડરી ગઇ અને મે ચીસો પાડી હતી. હું સમજી શકી નહી કે તે સમયે શું કરવું જોઈએ. જો કે હરણે કોઈને પણ ઇજા પહોંચાડી ન હોતી અને દુકાન જાતે જ છોડી દીધી હતી.

deer સલૂનમાં કાચ તોડી હરણે મહિલા ઉપર માર્યો કૂદકો, સીસીટીવીમાં કેદ થઇ ઘટના

ઉલ્લેખનીય છે કે, હરણે કાચ તોડી અંદર એન્ટ્રી કરી હતી અને મહિલાને ટચ કરી તે અંદર આમ-તેમ ફરવા લાગ્યુ અને બાદમાં તેને બહાર જવાનો રસ્તો દેખાયો પણ ત્યા એક કાચનો દરવાજો હતો જે તેના બહાર નિકળવાના પ્રયત્નથી તૂટી ગયો હતો. જો કે તે તુરંત જ ભાંગી ગયુ હતુ. તેને બહાર ભાંગી ગયા બાદ દુકાનની માલ્કિન હરણ દ્વારા કરવામાં આવેલા નુકસાનથી રડવા લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.