Not Set/ રેલ્વેતંત્રની ખુલી પોલ, એક ઉંદર પકડવા પાછળ કરી રહ્યુ છે 22 હજાર રૂપિયા ખર્ચ, આરટીઆઈમાં થયો ખુલાસો

દર વર્ષે રેલ્વે માત્ર ઉંદર અને વંદાને મારવા માટે અબજો રૂપિયા ખર્ચ કરી દે છે. પરંતુ પેસ્ટ કંટ્રોલના નામે કેવા પ્રકારની લૂંટ મચી રહી છે, તે આરટીઆઈમાં બહાર આવ્યું છે. જેમાં માહિતી આપવામાં આવી છે કે રેલ્વેને ઉંદર પકડવા માટે 22 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ મામલો ચેન્નઈ રેલ્વે વિભાગમાં સામે આવ્યો છે. […]

Top Stories India
RATS રેલ્વેતંત્રની ખુલી પોલ, એક ઉંદર પકડવા પાછળ કરી રહ્યુ છે 22 હજાર રૂપિયા ખર્ચ, આરટીઆઈમાં થયો ખુલાસો

દર વર્ષે રેલ્વે માત્ર ઉંદર અને વંદાને મારવા માટે અબજો રૂપિયા ખર્ચ કરી દે છે. પરંતુ પેસ્ટ કંટ્રોલના નામે કેવા પ્રકારની લૂંટ મચી રહી છે, તે આરટીઆઈમાં બહાર આવ્યું છે. જેમાં માહિતી આપવામાં આવી છે કે રેલ્વેને ઉંદર પકડવા માટે 22 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ મામલો ચેન્નઈ રેલ્વે વિભાગમાં સામે આવ્યો છે. જ્યાં મે 2016 થી એપ્રિલ 2019 સુધીમાં 5.89 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

ભારતીય રેલ્વેનાં એક સ્ટેશન પર ઉભા રહીને, તમારી આંખો પાટા પર ચડતા ઉંદરો તરફ ગઈ હશે. કેટલીકવાર અહી ખૂબ મોટા ઉંદરો જોવા મળે છે. રેલ્વે આ ઉંદરથી ખૂબ નારાજ છે, પરંતુ શું તમે જાણો છો કે રેલ્વે વિભાગમાં સરકાર આ સમસ્યાને ટાળવા માટે દરેક ઉંદર પાછળ સરેરાશ 22,300 રૂપિયાનો ખર્ચ કરી રહી છે. અલબત્ત આ માહિતી આઘાતજનક છે, પરંતુ આ વાસ્તવિકતા છે. રેલ્વેની ચેન્નાઈ ડિવિઝન આવું જ કરી રહી છે. આરટીઆઈમાં ખુલાસો થયો છે કે ચેન્નઈ વિભાગે ઉંદરોને પકડવા માટે મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કર્યા હતા.

ચેન્નાઈ ડિવિઝન કચેરીએ આરટીઆઈ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તે લાંબા સમયથી ઉંદરથી હેરાન-પરેશાન થઇ ગયા છે. રેલ્વે સ્ટેશન અને તેના કોચિંગ સેન્ટરોમાં પણ ઉંદરો ખલેલ પહોંચાડી રહ્યા છે. જો કે તેનાથી છૂટકારો મેળવવાનું પણ કામ ચાલી રહ્યું છે. 17 જુલાઇએ આરટીઆઈમાં જે માહિતી મળી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. ડિવિઝનનાં જણાવ્યા અનુસાર તેણે મે 2016 થી એપ્રિલ 2019 સુધીમાં 5.89 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે ચેન્નાઈ વિભાગમાંથી કેટલા ઉંદરો પકડાયા છે, તેઓએ ફક્ત 2018-19 માટે માહિતી આપી હતી અને કહ્યું હતું કે ચેન્નાઈ સેન્ટ્રલ, ચેન્નાઈ એગમોર, ચેંગલપટ્ટૂ, તામબ્રમ અને જોલારપેટ રેલ્વે સ્ટેશન પર 1715 ઉંદરો પકડાયા છે અને રેલ્વેનાં કોચિંગ સેન્ટરમાં 921 ઉંદરો પકડાયા છે. આ મુજબ, ચેન્નાઈ ડિવિઝને ઉંદર પકડવાના પાછળ સરેરાશ 22,344 રૂપિયા ખર્ચ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.