વરસાદ/ હવે અતિવૃષ્ટિનો ખતરો, રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ, ડેમમાં પાણીની આવક વધી

ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
11 256 હવે અતિવૃષ્ટિનો ખતરો, રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ, ડેમમાં પાણીની આવક વધી
  • રાજ્યના 185 તાલુકામાં વરસાદ
  • ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 85.40 ટકા
  • ઉમરપાડાતાલુકામાં સૌથી વધુ 8 ઇઁચ વરસાદ
  • ઉમરપાડામાં સવારે 2 થી 4 સુધી 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ
  • પલસાણાતાલુકામાં 7.5 ઇંચ વરસાદ
  • વલસાડ ડાંગ-આહવા અને ધોલેરામાં 6-6 ઇંચ વરસાદ
  • ખંભાત તાલુકામાં 5.5 ઇંચ વરસાદ
  • નિઝર તિલકવાડા અને કપરાડા તાલુકામાં 5-5 ઇંચ વરસાદ
  • વઘઇતાલુકામાં 4.5 ઇંચ વરસાદ

ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૈરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે. વળી રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

11 257 હવે અતિવૃષ્ટિનો ખતરો, રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ, ડેમમાં પાણીની આવક વધી

  • 7 તાલુકામાં 4 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ
  • 23 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ
  • 31 તાલુકામાં 2 થી 3 ઇઁચ સુધીનો વરસાદ
  • 53 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ
  • 61 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

આ પણ વાંચો – દુષ્કર્મ કેસ /  છેલ્લા એક સપ્તાહથી ભાગેડુ બનેલા કહેવાતા માઁઈભક્ત પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ જુનાગઢ ખાતેથી ઝડપાયા

આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે બુધવારે રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે ચક્રવાત ગુલાબ હવે નબળું પડી રહ્યું છે અને ભારતને તેનાથી ખતરો ટળ્યો હોવાનું માનવામાં આવે છે. તેમ છતા હજુ પણ વરસાદની ગતિ ધીમી પડી નથી. ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મંગળવારે પરોઢીયે વીજ કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જણાવી દઇએ કે, ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 85.40 ટકા નોંધાયો છે. રાજ્યનાં ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત પલસાણા તાલુકામાં 7.5 ઇંચ, વલસાડ-ડાંગ-આહવા અને ધોલેરામાં 6-6 ઇંચ વરસાદ નોંધાયો છે. ખંભાત તાલુકામાં 5.5 ઇંચ, નિઝર તિલકવાડા અને કપરાડા તાલુકામાં 5-5 ઇંચ, વઘઇ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનાં 7 એવા તાલુકા જ્યા 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વળી 23 તાલુકામાં 3 થી 4 ઇંચ, 31 તાલુકામાં 2 થી 3 ઇંચ, 53 તાલુકામાં 1 થી2 ઇંચ અને 61 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

11 258 હવે અતિવૃષ્ટિનો ખતરો, રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ, ડેમમાં પાણીની આવક વધી

  • સુરતના ઉકાઇ ડેમમાં પાણી આવક વધી
  • ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વધી આવક
  • ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ
  • કેચમેન્ટ એરિયામાં 16 કલાકમાં 36 ઇંચ વરસાદ
  • ડેમમાં પાણીની આવક 2.07 લાખ ક્યુસેક
  • ઉકાઈ ડેમમાંથી 1.90 લાખ ક્યુસેક પાણી છોડાયું
  • ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતનો કોઝવે છલકાયો
  • કોઝવેની જળસપાટી 9.30 મીટરને પાર પહોંચી
  • કોઝવે માંથી 2.25 લાખ ક્યુસેક પાણી દરિયામાં ઠલવાયું

આ પણ વાંચો – છોટાઉદેપુર /  108 ઇમર્જન્સી સેવા છોટાઉદેપુરના પાઇલોટના પરિવારને રૂા. 50 લાખની સહાય ચૂકવવામાં આવી

ભારે વરસાદનાં કારણે સુરતનાં ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે પાણીની આવકમાં વધારો થયો છે. જણાવી દઇએ કે, ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં 16 કલાકમાં 36 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેમમાં પાણીની આવક 2.07 લાખ ક્યુસેક થઇ ગઇ છે. ઉકાઇ ડેમમાંથી 1.90 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. આટલી મોટી માત્રામાં પાણી છોડાતા સુરતનો કોઝવે છલકાયો છે અને ત્યારબાદ કોઝવેની જળસપાટી 9.30 મીટરને પાર પહોંચી છે.