આપઘાત/ વડોદરા કોર્ટમાં ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી લગાવી છલાંગ, થયું મોત

વડોદરા કોર્ટમાં આપઘાતનો બનાવ બન્યો છે.ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી છલાંગ મારીને  આપઘાત યો છે. પ્રવિણસિંહ નામના આરોપીને રજૂ કરાયો હતો.

Gujarat Vadodara
ચેક બાઉન્સ
  • વડોદરા કોર્ટમાં આપઘાતનો બનાવ
  • ત્રીજા માળેથી છલાંગ મારી આપઘાત
  • ચેક બાઉન્સ કેસના આરોપીએ કર્યો આપઘાત
  • પ્રવિણસિંહ નામના આરોપીને રજૂ કરાયો હતો

વડોદરા કોર્ટમાં આપઘાતનો બનાવ બન્યો છે.ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી છલાંગ મારીને  આપઘાત યો છે. પ્રવિણસિંહ નામના આરોપીને રજૂ કરાયો હતો. અગાઉ ચેક બાઉન્સ કેસમાંશહેરની પાનીગેટ પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી હતી . SRP જવાનના જાપ્તામાં રહેલા આરોપીએ  આપઘાત કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, અનુસાર રેલ્વે વિભાગમાં થોડા સમય પહેલાં જ વીઆરએસ લઈ નિવૃત્ત થયેલા પ્રવીણ સિંહ મહિડા સામે રૂપિયા લઈ પરત નહીં કરવાની ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે પોલીસે પ્રવિણસિંહ મહિડાની ધરપકડ કરી હતી અને તેમને આજે બપોર બાદ કોર્ટમાં લઈ આવી હતી. આ દરમિયાન પોલીસના જાપ્તામાંથી તેઓ ભાગ્યા હતા અને ત્રીજા માળેથી નીચે કૂદી ગયા હતા. જેથી ઘટના સ્થળે તેમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. તેમના મૃતદેહને પહેલા ગોત્રી હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

કહેવાય છે કે વર્ષ-2019માં સહકર્મચારી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતાં અને આરોપી પાસેથી રૂ. 10 લાખના ચેક લઇ લેવામાં આવ્યા હતા. આપઘાત કરનાર આરોપી રેલ્વે વિભાગમાં ફરજ બજાવતો હતો. ગોત્રી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આરોપીનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો :નર્મદા કેનાલમાંથી વધુ 15 દિવસ છોડાશે પાણી, ખેડૂતોમાં વ્યાપ્યો ખુશીનો માહોલ

આ પણ વાંચો :રિયલ એસ્ટેટના ભાવમાં ભડકો: મકાનો મોંઘા થશે      

આ પણ વાંચો :રાજકોટમાં ઓમકાર સ્કૂલની ઘટના, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર્યો ઢોર માર

આ પણ વાંચો : ફ્રેન્ડને ડયૂટી સોંપી બોયફ્રેન્ડ સાથે ફરવા જવું મહિલા કોન્સ્ટેબલને પડ્યું ભારે, જાણો સમગ્ર ઘટના