સુરત/ ડાયમંડ બુર્સની સાઇટ પર કન્સ્ટ્રક્શન રોપ વે તૂટતા એક શ્રમિકનું મોત

ડાયમંડ બુર્સ બિલ્ડિંગને બહારથી રોપ-વેના ઝુલામાં બેસી પ્લાયવુડ ફિનિસિંગનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક રોપ વે નું દોરડું તૂટી જતાં તેમાં બેસેલા ત્રણે મજૂરો નીચે પટકાયા હતા

Gujarat Surat
ડાયમંડ બુર્સની સાઇટ પર કન્સ્ટ્રક્શન રોપ વે તૂટતા એક શ્રમિકનું મોત
  • ડાયમંડ બુર્સ ખાતે કન્સ્ટ્રક્શન રોપ વે તૂટી
  • કામ કરતા 3 શ્રમિકો નીચે પટકાયા
  • છઠ્ઠા માળેથી નીચે પટકાયા શ્રમિકો
  • 2 શ્રમિકો સારવાર અર્થે હોસ્પિટલમાં
  • ખજોદ વિસ્તારમાં આવ્યું છે ડાયમંડ બુર્સ

સુરતમાં બની રહેલા ડાયમંડ બુર્સ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડાયમંડ બુર્સ ખાતે કન્સ્ટ્રક્શન સાઇટના છઠ્ઠા માળે રોપ પે પર બેસીને કામ કરી રહેલા મજૂરો અચાનક નીચે પટકાયા હતા. અને આ મજૂરોમાથી એકનું મોત નીપજયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાયમંડ બુર્સ બિલ્ડિંગને બહારથી રોપ-વેના ઝુલામાં બેસી પ્લાયવુડ ફિનિસિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. એક ઝૂલામા બેસીને ત્રણ  મજૂરો આ કામ કરી રહ્યા હતા. તેઓ બિલ્ડીંગના છઠ્ઠા માળે આ કામ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક રોપ વે નું દોરડું તૂટી જતાં તેમાં બેસેલા ત્રણે મજૂરો નીચે પટકાયા હતા. ભરબપોરે બનેલી ઘટના બાદ ત્રણેય મજૂરોને સ્થાનિકો દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું હતું. અને અન્ય બે મજૂરો હાલ સારવાર હેઠળ છે.

અત્રે નોધનીય છે કે મૃતક જીવલાલ થોડા સમય પહેલા જ મજૂરી કામ અર્થે UP થી સુરત આવ્યો હતો. અને તેનું મોત થતાં યુપી ખાતે રહેતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઑફ યુનિટીની માફક સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનાવવામાં આવી રહ્યું છે. જેના થકી દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.

National / ઇમર્જન્સી બેઠકમાં PM મોદીની તાકીદ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવા અંગે પુનઃવિચાર જરૂરી 

Sports / ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર 2021 તાત્કાલિક અસરથી કર્યો રદ

Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?

Business / કોવિડ વેક્સીન કંપનીઓ પ્રતિ સેકન્ડ કમાઈ રહી છે આટલા રૂપિયા….