જામનગર જીલ્લાનાં કાલવડ શહેરમાં એક ગાડી રોકવામાં આવી અને તેમાં બેઠેલી વ્યક્તિને પૂછપરછ કરતા પુરાવા રૂપે એક વિડીયો પણ બનાવ્યો હતો. સામાન્ય વાતચીતનાં રુપમાં પુછતાછમાં જાણવા મળ્યુ કે કારમાં સવાર અન્ય કોઈ નહી, પરંતુ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના PSI રાદડિયા સાહેબનાં પત્ની અને તેના બાળકો છે. PSI રાડદીયાનો પરિવાર આ ગાડીનો ઉપયોગ હમણા હમણા કામ સબબ બહાર જવામાં આવાર નવાર કરે છે. તમામ હકીકતો બયાન કરતો વીડિયો બનાવવામાં આવ્યો હતો, તો વાયરલ થયો અને પોલીસ બેડા સહિત સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો.
જામનગર જીલ્લા પોલીસ વડા દ્વારા કાલાવડના PSI ને તતકાલ અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેનશનનું કારણ છે આ વાયરલ વીડિયો અને તેનાથી પણ મોટું કારણ છે જે ગાડી લઇને PSI રાડદીયાનો પરિવાર ફરી રહ્યો છે તે ગાડી.
હકીકતો જાણે એમ છે કે, કોઇપણ ભેદભાવ વગર કાયદા પાલન ચુસ્ત રીતે પાલન કરવાનો કડક દાખલો બેસાડતા જામનગર જીલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળી દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરી બજાવતા પી.એસ.આઈ.રાદડિયાને સસ્પેન્ડ કરી દીધા છે. કારણે કે PSIએ દારૂના મુદ્દામાલમાં કબજે કરવામાં આવેલ કારનો પોતે અંગત ઉપયોગ કરી રહ્યાનું સામે આવ્યું છે.
ઉપરોક્ત ઘટનાના વિડીયો વાયરલ થતા જામનગર જ નહિ, પરંતુ રાજ્યના પોલીસબેડામાં ચકચાર જાગ્યો હતો. મુદામાલમાં કબજે કરવામાં આવેલ ગાડી PSI રાડદીયાનો પરિવાર દ્વારા વપરાશ થતી હોય, આવી ગાડી જે મુદ્દામાલ હોઈ તેનો વ્યક્તિગત ઉપયોગ ન કરી શકાય છતાં પણ પીએસઆઈએ પોતાના હોદાનો દુરુપયોગ કરી અને મુદ્દામાલમાં જપ્ત કરેલ ગાડીનો વ્યકિગત ઉપયોગ કર્યાની બાબત ખુબ જ ગંભીર છે અને આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ મામલે જામનગર જીલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળીએ ગણતરીની કલાકોમાં કડક પગલા ભરી અને કાલાવડ ગ્રામ્ય PSI રાદડિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
