Not Set/ બન્ની વિસ્તારમાં પાણી ઘાસચારાની કટોકટી, પશુપાલકો હિજરત કરવા મજબૂર

ભૂજ, ભૂજ તાલુકાના બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારાને કટોકટીને કારણે પશુઓની હાલત કફોડી બની છે..પશુપાલકો હિજરત કરવા મજબૂર બની રહ્યા છે. ઘાસડેપોની માંગ સાથે અપાયેલી ધરણાંની ચીમકી બાદ પાંચ ઘાસડેપો શરૂ કરવાની ખાત્રી કલેક્ટરે આપી છે.બન્ની લાખાબો,સાડઈ, સારગુ, મોટા દેઢિયા, બેરડોમાં ઘાસડેપો શરૂ કરવા છેલ્લા બે માસથી સતત અરજી કરાઈ રહી હતી. પરંતુ તંત્ર દ્વારા […]

Top Stories Gujarat Others Videos
mantavya 299 બન્ની વિસ્તારમાં પાણી ઘાસચારાની કટોકટી, પશુપાલકો હિજરત કરવા મજબૂર

ભૂજ,

ભૂજ તાલુકાના બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારાને કટોકટીને કારણે પશુઓની હાલત કફોડી બની છે..પશુપાલકો હિજરત કરવા મજબૂર બની રહ્યા છે.

ઘાસડેપોની માંગ સાથે અપાયેલી ધરણાંની ચીમકી બાદ પાંચ ઘાસડેપો શરૂ કરવાની ખાત્રી કલેક્ટરે આપી છે.બન્ની લાખાબો,સાડઈ, સારગુ, મોટા દેઢિયા, બેરડોમાં ઘાસડેપો શરૂ કરવા છેલ્લા બે માસથી સતત અરજી કરાઈ રહી હતી.

પરંતુ તંત્ર દ્વારા આ અરજીઓ પરત કરી દેવાતા ચીમકી ઉચ્ચારી ધરણાં યોજવા પહોંચતા મંજુરી આપી દેવાની ખાત્રી આપી હતી.. ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, બેરડો ગ્રામ પંચાયતના સરપંચ ઝુલીબાઈ ગુલામહુશેન, સાડઈ  ગ્રામ પંચાયત સરપંચ, હોડકો જૂથ ગ્રામ પંચાયત સરપંચ સજનાબેન, સરગુ જૂથ ગ્રામ પંચાયત સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.