Not Set/ ભડકાઉ ભાષણ મામલે મિથુન ચક્રવર્તીની પૂછપરછ, શું થશે ધરપકડ?

કોલકાતા પોલીસ બોલિવૂડ અભિનેતા અને ભાજપનાં નેતા મિથુન ચક્રવર્તીનાં વિવાદિત ભાષણ આપીને લોકોને ભડકાવવા માટે પૂછપરછ કરી રહી છે.

Top Stories India
2 33 ભડકાઉ ભાષણ મામલે મિથુન ચક્રવર્તીની પૂછપરછ, શું થશે ધરપકડ?

કોલકાતા પોલીસ બોલિવૂડ અભિનેતા અને ભાજપનાં નેતા મિથુન ચક્રવર્તીનાં વિવાદિત ભાષણ આપીને લોકોને ભડકાવવા માટે પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ તપાસ વર્ચુઅલ થઈ રહી છે. મિથુન ચક્રવર્તી સામે તેમના ભાષણ બદલ માનિકતલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી.

મિશન 2022 / સુરતની મુલાકાતે “આપ”નાં ઈશુદાન ગઢવી, તક્ષશિલા અગ્નિકાંડનો ભોગ બનેલા માસૂમોને આપી શ્રદ્ધાંજલિ

આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મિથુન ચક્રવર્તીએ એક રેલીમાં એક ફિલ્મનો ડાયલોગ માર્યો હતો. મનિકતલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઈઆર મુજબ, 7 માર્ચે મિથુન ભાજપમાં જોડાયા પછી યોજાયેલી એક રેલીમાં તેમણે કહ્યું હતું કે ‘મારબો એકહને લાશ પોર્બે શોશાન’ એટલે કે જો હું તમને મારીશ તો લાશ સ્મશાનમાં પડી જશે અને ‘એક છોબોલે ચાબી’ એટલે કે સાપનાં એક ડંખથી તમે ચિત્રમાં કેદ થઇ જશો. આ મામલે મનિકતલા પોલીસ સ્ટેશનમાં મિથુન ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ મિથુને કોલકતા હાઈકોર્ટમાં આ મામલાની વિરુદ્ધમાં અરજી કરી હતી. જેમાં તેમણે વિનંતી કરી હતી કે આ એફઆઈઆર રદ કરવામાં આવે. વળી મિથુન ચક્રવર્તીએ પછી દાવો કર્યો હતો કે ફિલ્મોનાં ડાયલોગ માત્ર રમૂજ માટે જ બોલવામાં આવ્યા હતા અને તેથી તે નિર્દોષ છે. મિથુને દાખલ કરેલી એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જોકે, આ મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે.

મોટો ઝટકો / નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડનાં ડિસ્કો ડાન્સર અને રાજ્યસભાનાં સાંસદ મિથુન ચક્રવર્તી આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મિથુન આજે ફિલ્મી દુનિયામાં મોટું નામ અને બંગાળનાં રાજકારણમાં લોકપ્રિય ચહેરો હોઈ શકે, પરંતુ આ મુદ્દે પહોંચવા માટે મિથુનનાં સંઘર્ષની વાર્તા એકદમ વિશેષ છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મિથુન બોલિવૂડમાં આવતા પહેલા શું કરતો હતો. ‘મેં નરિયાલ પાણી વાલા’ સંવાદથી લોકોનાં દિલ અને જીભમાં આવનાર મિથુન ખરેખર એક નક્સલવાદી હતો. જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિનાં ગયા પછી તેની દુનિયા બદલાઈ ગઈ અને તેણે નક્સલવાદ છોડ્યો અને બીજો રસ્તો અપનાવ્યો. મિથુન ચક્રવર્તીનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી છે. મિથુનનો જન્મ વર્ષ 1950 માં કોલકાતામાં થયો હતો. તેમના વિદ્યાર્થી જીવનમાં, મિથુન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિસ્ટ) માં જોડાયા. એટલે કે, મિથુન નક્સલવાદી હતા. મિથુનનાં ભાઈનાં કારણે તે નક્સલને છોડીને ફિલ્મોમાં આવ્યા હતા. જણાવી દઇએ કે, કરંટ લાગવાના કારણે તેમના એકમાત્ર ભાઇનું મોત થયુ હતુ જે પછી, મિથુન નક્સલનો રસ્તો છોડીને પાછો પરિવારમાં આવ્યા હતા.

majboor str 17 ભડકાઉ ભાષણ મામલે મિથુન ચક્રવર્તીની પૂછપરછ, શું થશે ધરપકડ?