Assembly Election 2024/ સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે જે.પી.નડ્ડાએ પાર્ટીનો ઘોષણા પત્ર બહાર પાડ્યો

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે.

Top Stories India
Beginners guide to 2024 04 11T115746.145 સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે જે.પી.નડ્ડાએ પાર્ટીનો ઘોષણા પત્ર બહાર પાડ્યો

લોકસભા ચૂંટણીની સાથે, ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. દરમિયાન, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે.

મેનિફેસ્ટોની ટોચ પર લખેલું છે – મોદીની ગેરંટી, વિકસિત ભારત…વિકસિત સિક્કિમ…સંકલ્પ પત્ર 2024. બીજેપીએ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું કે દેશની સાથે સિક્કિમનો પણ વિકાસ થશે. આ મોદીની ગેરંટી છે. મોદી સરકાર ઉત્તર-પૂર્વીય રાજ્ય સિક્કિમના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. સિક્કિમની રાજધાની ગંગટોકમાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન ઉત્તર પૂર્વના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. તેમનું વિઝન છે કે દેશના દરેક ખૂણે કનેક્ટિવિટી હોવી જોઈએ. જેપી નડ્ડાએ કહ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં સિક્કિમમાં જે ફેરફારો થયા છે તે તમે જાતે જ જોઈ શકો છો.

કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં વિશ્વ કક્ષાની વ્યવસ્થાપન સંસ્થા IIMની સ્થાપના કરવામાં આવશે. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ સિક્કિમમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનનું પણ નિર્માણ કરશે. રાજ્યના યુવાનોને સશક્ત કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, ભાજપે તેના ઢંઢેરામાં રાજ્યમાં હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની પણ જાહેરાત કરી છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 9,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવશે, જે હાલમાં વાર્ષિક 6,000 રૂપિયા છે.

મહત્વનું છે કે સિક્કિમની 32 વિધાનસભા સીટ અને એક લોકસભા સીટ પર 19 એપ્રિલે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે છે. આ દિવસથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Maharashtra Congress Leader/કોંગ્રેસ નેતા નાના પટોલેની કાર સાથે ટ્રક અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, ‘ઇરાદાપૂર્વક’ ટક્કરનો આક્ષેપ

આ પણ વાંચો: Haryana/હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતાં 5 બાળકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો:PM Modi- America/PM મોદીએ ચીન પર કહી મોટી વાત, સૌહાર્દપૂર્ણ સંબંધો ભારત સહિત વિશ્વ માટે પણ મહત્વના