વિજયવાડાઃ અમેરિકામાં અજાણ્યા હુમલાખોરોએ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના એક વિદ્યાર્થીની હત્યા કરી હતી. બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 20 વર્ષીય પરચુરી અભિજિતનો મૃતદેહ એક કારમાં જંગલની અંદર હતો અને તેના હત્યારાઓએ તેને ત્યાં જ છોડી દીધો હતો.
તેઓ તેમના માતા-પિતા પરચુરી ચક્રધર અને શ્રીલક્ષ્મીના એકમાત્ર પુત્ર હતા. પરચુરી અભિજીત બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતો. તેના પરિવારના સભ્યોએ અખબારને જણાવ્યું હતું કે તેની માતા શરૂઆતમાં તે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય તેવું ઇચ્છતી ન હતી પરંતુ બાદમાં તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંમત થઈ હતી. પરિવારે જણાવ્યા પ્રમાણે તે બોસ્ટન યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો. બીજા સ્ટુડન્ટ સાથે કોઈ ઝઘડામાં તેની હત્યા કરવામાં આવી હોય તેવું માનવામાં આવે છે.
પોલીસે જણાવ્યું કે પરુચુરી અભિજિતનું મર્ડર કર્યા પછી હત્યારાઓ તેના બોડીને જંગલમાં એક કારમાં મૂકી ગયા હતા. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પરુચુરી અભિજિતને બોસ્ટન યુનિવર્સિટીની એક કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું હતું.
અભિજિતની હત્યાથી તેનું કુટુંબ આઘાતની સ્થિતિમાં છે. પોલીસના જમાવ્યા મુજબ અભિજિતના ડોલર અને તેની પાસેના લેપટોપ માટે પણ હત્યા કરવામાં આવી હોય તેવી સંભાવના છે. અભિજિતનો ઘણા સમય સુધી પત્તો ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મોબિલ ફોનના સિગ્નલના આધારે જંગલમાંથી તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. તેની હત્યા બીજા સ્ટુડન્ટ સાથે કોઈ ડખો થવાના લીધે થઈ હોવાની શક્યતા છે.
આ પણ વાંચો:તમારા માટે/હંમેશા નબળાઈ અને થાક લાગે છે?, સવાર-સાંજ આ 5 મસાલાના પાઉડરનું સેવન કરો, 20 વર્ષની ઉંમરની તાકાત મળશે
આ પણ વાંચો:Holi Colors Affects Mood/તણાવથી રાહત મેળવવા માટે જોરશોરથી રમો હોળી, ગુલાલ રમવાના આ છે માનસિક સ્વાસ્થ્ય લાભ
આ પણ વાંચો:તમારા માટે/ઉધરસને કારણે તમારું ગળું ખરાબ થઇ ગયું છે , તો તાત્કાલિક રાહત માટે અપનાવો આ અસરકારક ઉપાયો