જમ્મુ/ કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ફરીથી દેખાયા ડ્રોન! સુરક્ષાબળો એલર્ટ પર

જમ્મુના સૈન્ય વિસ્તારોમાં ડ્રોન જોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. બુધવારે વહેલી સવારે કાલુચક અને કુંજવાની વિસ્તારમાં બે ડ્રોન નજરે પડ્યા હતા.

Top Stories India
a 336 કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ફરીથી દેખાયા ડ્રોન! સુરક્ષાબળો એલર્ટ પર

જમ્મુના સૈન્ય વિસ્તારોમાં ડ્રોન જોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. બુધવારે વહેલી સવારે કાલુચક અને કુંજવાની વિસ્તારમાં બે ડ્રોન નજરે પડ્યા હતા. જો કે, હજી તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ પહેલા પણ સોમવારે અને મંગળવારે મોડી રાત્રે બંને વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા હતા. જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલો થયા બાદ સૈન્ય વિસ્તારોમાં એલર્ટ જારી છે. ગૃહમંત્રાલયે આ હુમલાની તપાસ એનઆઈએને સોંપી છે.

આ પહેલા મંગળવારે જમ્મુના સૈન્ય વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા હતા. ડ્રોનને સોમવાર અને મંગળવારના રોજ બપોરે 1 વાગ્યાથી સવારે 4 વાગ્યાની વચ્ચે ત્રણ વખત જોવામાં આવ્યું હતું. ડ્રોન સૌ પ્રથમ 1:08 વાગ્યે રત્નૌચક વિસ્તારમાં સૈન્ય ક્ષેત્રની ઉપર જોયું હતું, ત્યારબાદ સૈનિકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તે પછી ડ્રોન સવારે 3:09 વાગ્યે કુંજવાનીમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ફરીથી 4: 19 વાગ્યે કુંજવાની ખાતે એક ડ્રોન જોવા મળ્યો.

આ પણ વાંચો : દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને છોડ્યુ પાછળ

જમ્મુમાં સતત ડ્રોન જોવાનો મામલો સામે આવી રહ્યો છે. કાલુચક અને કુંજવાની નજીક આ ચોથી વખત ડ્રોન જોવા મળ્યાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે સોમવાલુ રાત્રે જમ્મુના કુંજવાની-રત્નૌચકમાં પણ ડ્રોન જોવાની માહિતી મળી હતી. આ સળંગ ત્રીજી વખત અને 24 કલાકમાં બીજી વખત બન્યું કે અહીં ડ્રોન જોવામાં આવ્યું.

આ પણ વાંચો : દિલ્હીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન ન થતા 5 જુલાઈ સુધી આ બજારો રહેશે બંધ

આપને જણાવી દઈએ કે એનઆઈએની ટીમ જમ્મુ એરપોર્ટ કોમ્પ્લેક્સ (એરફોર્સના ટેક્નિકલ ક્ષેત્ર) પર ડ્રોન હુમલાની તપાસ માટે જમ્મુ પહોંચી છે. ગૃહ મંત્રાલયે એનઆઈએને આ જવાબદારી સોંપી છે. આ હુમલાથી હવાઇ મથકના તકનીકી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગની છતને નુકસાન પહોંચ્યું હતું. વળી, એરફોર્સના બે જવાન સહેજ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન