Not Set/ દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને છોડ્યુ પાછળ

કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસો વધીને 18.17 કરોડ થયા છે

Top Stories Trending
11 100 દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને છોડ્યુ પાછળ

કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસો વધીને 18.17 કરોડ થયા છે, જ્યારે આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 39.3 લાખ થઈ ગયો છે.

11 101 દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને છોડ્યુ પાછળ

નવા આઇટી નિયમ / રવિશંકર પ્રસાદ અને શશી થરૂરનું એકાઉન્ટ લોક થયા બાદ સંસદિય સમિતીએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ

દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

બુધવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે હાલનાં વૈશ્વિક કેસો અને મૃત્યુની સંખ્યા ક્રમશ 18,17,50,422 અને 39,36,463 પર પહોંચી ગઈ છે. સીએસએસઈ અનુસાર, અમેરિકા સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે. અહી સૌથી વધુ કેસ અને મૃત્યુ ક્રમશ 3,36,51,870 અને 6,04,457 છે. વળી જો સંક્રમણની વાત કરીએ તો ભારત વિશ્વમાં 3,03,16,897 કેસ સાથે બીજા સ્થાન પર છે. ત્યારે 3 લાખથી વધારે કેસોવાળા અન્ય સૌથી પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (1,85,13,305), ફ્રાન્સ (58,35,885), રશિયા (54,28,961), તુર્કી (54,20,156), યુકે (47,91,628), આર્જેન્ટિના (44,47,701), ઇટાલી (42,59,133), કોલમ્બિયા (42,59,133), કોલમ્બિયા (42,59,133), સ્પેન (37,99,733), જર્મની (37,35,399) અને ઇરાન (31,92,809) છે. મૃત્યુનાં સંદર્ભમાં, બ્રાઝિલ 5,15,985 મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ભારતમાં (3,97,637), મેક્સિકો (2,32,608), પેરુ (1,91,899), રશિયા (1,32,314), યુકે (1,28,390), ઇટાલી (1,27,542), ફ્રાંસ (1,11,230) અને કોલમ્બિયા (1,05,934) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

11 102 દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને છોડ્યુ પાછળ

કોરોનાના નિયમોનો ભંગ / દિલ્હીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન ન થતા 5 જુલાઈ સુધી આ બજારો રહેશે બંધ

ભારતમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

દેશમાં કોરોનાની બીજી લહેર શાંત તો થઇ ગઇ છે. તે સાથે જ હવે ત્રીજી લહેર આવતા સમયમાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 નાં 45,951 નવા કેસ નોંધાયા છે અને 817 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,03,62,848 થઈ છે અને મૃત્યુઆંક 3,98,454 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસનાં એક્ટિવ કેસ 1.77 ટકા છે. રિકવરી દર વધીને 96.92 ટકા અને દૈનિક પોઝિટિવિટી દર 2.34 ટકા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કુલ 60,729 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,94,27,330 પર પહોંચી ગઇ છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ, 33,28,54,527 લોકોને રસી આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં રસી આપવામાં આવેલા 36,51,983 લોકોનો સમાવેશ પણ થાય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Footer 2 દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને છોડ્યુ પાછળ