Not Set/ બ્રિટિશ સરકારે ભારતીયોને વિઝા દેવાની કરી મનાઈ, બ્રિટેન અને અમેરિકામાં ઇન્ડિયન પ્રોફેશનલ્સ દ્વારા હસ્તાક્ષર અભિયાન

  બ્રિટીશ સરકાર તરફથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને વિઝા આપવાની મનાઈ પર મોટી સંખ્યામાં લોકો તેના સમર્થનમાં આવી ગયા હતા. જેના માટે 30 હજારથી પણ વધારે લોકોએ એક ઓનલાઈન પીટીશન પર હસ્તાક્ષર કર્યા છે. જેના માધ્યમથી બ્રિટીશ સરકારને આ અપીલ કરવામાં આવી છે કે આ દેશમાં રહેવા અને કામ કરવાના અધિકારો માટે રાષ્ટ્રીય સુરક્ષાઓની જોગવાઈઓનો દુરુપયોગ […]

Top Stories World
visa b 170518 બ્રિટિશ સરકારે ભારતીયોને વિઝા દેવાની કરી મનાઈ, બ્રિટેન અને અમેરિકામાં ઇન્ડિયન પ્રોફેશનલ્સ દ્વારા હસ્તાક્ષર અભિયાન

 

બ્રિટીશ સરકાર તરફથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને વિઝા આપવાની મનાઈ પર મોટી સંખ્યામાં લોકો તેના સમર્થનમાં આવી ગયા હતા. જેના માટે 30 હજારથી પણ વધારે લોકોએ એક ઓનલાઈન પીટીશન પર હસ્તાક્ષર કર્યા છે. જેના માધ્યમથી બ્રિટીશ સરકારને આ અપીલ કરવામાં આવી છે કે આ દેશમાં રહેવા અને કામ કરવાના અધિકારો માટે રાષ્ટ્રીય સુરક્ષાઓની જોગવાઈઓનો દુરુપયોગ બંધ થવો જોઈએ. આ ઓનલાઈન અભિયાન ઉચ્ચ કુશળ લોકોના એક સમૂહ તરફથી ચલાવવામાં આવી રહ્યું છે.

ડીસેમ્બર ૨૦૧૭ પછી વિઝા દેવા પર મનાઈ

અધિકાર સંગઠન કેમ્પેન ફોર સાયન્સ એન્ડ ઈન્જીનીયરીંગે બુધવારે બ્રિટેનના ગૃહ વિભાગથી મળેલા એક આંકડા મારફતે જણાવ્યું હતું કે, ભારતીય એન્જીનીયરો, આઈટી પ્રોફેશનલો, ડોકટરો અને શિક્ષકો સમેત 6060 કુશળ પ્રોફેશનલોને ડીસેમ્બર, 2017 બાદ વિઝા દેવા પર મનાઈ કરી દીધી હતી. બ્રિટેનના ગૃહ મામલાનાં નવનિયુક્ત મંત્રી સાજીદ જાવેદે આ અઠવાડિએ એક સંસદીય સમિતિને જણાવ્યું હતું કે તેઓ અમુક ગંભીર બાબતોની સમીક્ષા કરશે. લોકોના વિઝા આવેદનને યોગ્ય રીતથી થવું જરૂરી છે. જાવેદ પાકિસ્તાની મૂળ છે.