Not Set/ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકીંગ હાથ ધરાયુ

અમદાવાદ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે રાજયવ્યાપી દરોડા હોટેલ-રેસ્ટોરન્ટના અખાદ્ય ખોરાકને  લઈને દરોડા પાડ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, પાલનપુર, જામનગર,અ આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પડી ખાદ્ય ચીજોના નમુના લીધા છે તેમજ સ્વચ્છતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની એક નામાંકિત હોટેલમાં દરોડા પાડીને ચેકીંગ હાથ ધરાયુ […]

Top Stories Gujarat Rajkot Surat Vadodara Others Trending
surat 2 ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકીંગ હાથ ધરાયુ

અમદાવાદ,

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે રાજયવ્યાપી દરોડા હોટેલ-રેસ્ટોરન્ટના અખાદ્ય ખોરાકને  લઈને દરોડા પાડ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, પાલનપુર, જામનગર,અ આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પડી ખાદ્ય ચીજોના નમુના લીધા છે તેમજ સ્વચ્છતાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની એક નામાંકિત હોટેલમાં દરોડા પાડીને ચેકીંગ હાથ ધરાયુ છે. આ દરોડાથી નામાંકિત હોટેલના સ્ટાફ અને મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી.

vadda 5 ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકીંગ હાથ ધરાયુ

મ્યુનિસિપલની આરોગ્ય શાખાના અધિકારીઓની ટીમે શહેરની નામાંકિત એવી આરામ હોટેલમાં દરોડા પાડ્યાના સમાચારથી અન્ય હોટેલોમાં પણ ફફડાટ વ્યાપી ગઈ હતી. આરોગ્ય શાખાની ટીમે આ હોટેલના કિચન વિભાગમાં વિવિધ ખાણી-પીણીની કાચી અને પકવેલી ચીજ-વસ્તુઓનું ચેકીંગ હાથ ધર્યુ છે.

વડોદરા

હોટલોમાં ખાદ્ય સામગ્રીમાં ગુણવત્તાનાં ધોરણો વિશે ચણભણ રહ્યા જ કરતી હોય છે. પરંતુ જ્યારે વાત તાજ હોટલની આવે ત્યા લોકોનાં ભવાં ચઢવાં સ્વાભાવીક છે. વાત એમ છે કે વડોદરાની હોટલ તાજ ગેટ-વેમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યાં હતાં.

vadda 6 ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકીંગ હાથ ધરાયુ

જેમાં આ ફાઇવ સ્ટાર હોટલનાં કિચનની પોલ ખુલ્લી પડી જવા પામી છે. તાજ હોટલનાં રસોડામાંથી વાસી અખાદ્ય ખોરાક મળ્યો તથા સડેલી કેરીઓનો જથ્થો પણ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો છે. પરંતુ ઘટનાને હળવાશથી લેવાય તે ઇચ્છનીય નથી.

સુરત

સુરતની ટીજીબી હોટેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. અયોગ્ય ખાદ્ય સામગ્રી રાખી છે કે નહીં તે અંગે સુરત આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી રાજ્યવ્યાપી છે.

surat 2 ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકીંગ હાથ ધરાયુ

રાજ્યની 3 સ્ટાર,  4 સ્ટાર અને 5 સ્ટાર હોટલોના કિચનમાં તપાસ કરવામાં આવી. જ્યાં દરેક જગ્યાએથી રોજિંદી વપરાતી પ્રોડક્ટના, ખાદ્ય સામગ્રીના અને તૈયાર ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા. જેની વધુ તપાસ અને કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

પાલનપુર

બનાસકાંઠાના પાલનપુરમાં ફૂડ એન્ડ ન્યૂટ્રીશન વિભાગ દ્વારા કેરીઓના વેપારીઓના ગોદામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે જ અખાદ્ય કેરીઓ વેચતા વેપારીઓ પર તંત્રની સખત તવાઈ આવી ગઇ છે.

surat 3 ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકીંગ હાથ ધરાયુ

કારણકે આ વેપારીઓ કેમિકલ્સથી કેરીઓ પક્વતા હોવાની ફરીયાદ આવી હતી. આરોગ્ય વિભાગના દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો. બનાસકાંઠા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અખાદ્ય કેરીઓ જપ્ત કરી કબ્જે કરવામાં આવી છે.