ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચાર ધામ યાત્રા સતત હેડલાઇન્સમાં રહે છે. આ વર્ષે પ્રવાસ દરમિયાન અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડો પણ 100ને પાર કરી ગયો છે. હવે આ બધાની વચ્ચે કેદારનાથનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અનિયંત્રિત હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ જોવા મળી રહ્યું છે. તે ઉતરાણને કારણે ઘણા પ્રવાસીઓ પણ પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે.
#WATCH केदारनाथ हेलीपैड पर उतरते समय एक निजी विमानन कंपनी के एक हेलीकॉप्टर की 31 मई को अनियंत्रित हार्ड लैंडिंग हुई थी। घटना में कोई यात्री घायल नहीं हुआ। pic.twitter.com/w39pUom2dg
— ANI_HindiNews (@AHindinews) June 6, 2022
કેદારનાથનો આ વીડિયો 31 મેનો હોવાનો સામે આવી રહ્યો છે. વાસ્તવમાં એક પેસેન્જર હેલિકોપ્ટર હેલિપેડ પર લેન્ડ થવાનું હતું, પરંતુ કેટલાક કારણોસર હેલિકોપ્ટર બેકાબૂ બની ગયું અને સીધું જમીન સાથે અથડાયું. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હેલિકોપ્ટર ઝડપથી જમીન તરફ આગળ વધી રહ્યું છે. તે સમયે ઘણા લોકો ત્યાં હાજર હોય છે. હેલિકોપ્ટર જમીન પર પડતાની સાથે જ લોકોમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ અહીં-તહીં ભાગવા લાગે છે. વીડિયો વાયરલ થયા બાદ DGCAએ કામગીરી માટે કડક સૂચના આપી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જવાબદાર ઓપરેશનલ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચાર ધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર ઉડાડનારા પાઇલોટ પૂરતી લાયકાત ધરાવતા હોવા જોઈએ તે વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમની પાસે પૂરતો અનુભવ હોવો જોઈએ, મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ કિંમતે બાંધછોડ કરી શકાય નહીં.
જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું, પરંતુ તે મુસાફરોથી થોડે દૂર પડી ગયું હતું. જેના કારણે લોકોને સમયસર દૂર હટી જવાનો વારો આવ્યો હતો અને મોટી દુર્ઘટના પણ ટળી હતી. રવિવારે પણ યમુનોત્રી હાઈવે પર એક દર્દનાક અકસ્માત થયો હતો. એમપી મુસાફરોની બસ ખાઈમાં પડતા 26 લોકોના મોત થયા હતા