પ્રવાસ/ PM નરેન્દ્ર મોદી માર્ચ મહિનાથી કરશે ગુજરાતનો પ્રવાસ,ચૂંટણીની તાડમાર તૈયારીઓ શરૂ

દેશમાં ટૂંક સમયમાં ગુજરાત સહિત પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે હાલ ભાજપ તેને જીતવા માટે કમર કરી રહી છે.

Top Stories Gujarat
MO1223222 PM નરેન્દ્ર મોદી માર્ચ મહિનાથી કરશે ગુજરાતનો પ્રવાસ,ચૂંટણીની તાડમાર તૈયારીઓ શરૂ

પીએમ મોદી આવશે ગુજરાત
ભાજપે શરૂ કરી વિ.સભાની ચૂંટણીની તૈયારી
માર્ચ મહિનાથી PM કરશે ગુજરાતનો પ્રવાસ
વિ.સભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 જેટલા પ્રવાસ
મહિલા મોરચા અને યુવા મોરચાનું થશે મહાસંમેલન

દેશમાં ટૂંક સમયમાં ગુજરાત સહિત પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે હાલ ભાજપ તેને જીતવા માટે કમર કરી રહી છે. હાલ પીએમ મોદી એનેક રાજ્યોમાં ચૂંટણી અતર્ગત જાહેર સભાઓ સંબોધી રહ્યા છે, ગુજરાત રાજ્ય માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી સંદર્ભે પ્રવાસનો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનાથી ગુજરાતનો પ્રવાસ કરશે ,વિધાનસભાની ચૂંટણી માટે PM 12 જેટલા પ્રાવસ કરશે અને ચૂંટણી જીતવા માટે સમગ્ર રાજ્યોનો ખેડાણ કરી અનેક જાહેર સભાઓ સંબોધિત કરશે.