Gujarat BJP/ પ્રેશર પોલિટિક્સની હવા નીકળી, ફરીથી નારાજ થયેલા ઈનામદાર માની ગયા

ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે છેવટે રાજીનામુ પરત લઈ લીધું છે. તેમણે ગઇકાલે મોડી રાત્રે રાજીનામુ આપ્યું હતું. આજે ગાંધીનગરમાં પક્ષપ્રમુખ સીઆર પાટિલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ તેમણે તેમની રજૂઆત કરી હતી.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 03 19T160721.249 પ્રેશર પોલિટિક્સની હવા નીકળી, ફરીથી નારાજ થયેલા ઈનામદાર માની ગયા

ગાંધીનગરઃ ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે છેવટે રાજીનામુ પરત લઈ લીધું છે. તેમણે ગઇકાલે મોડી રાત્રે રાજીનામુ આપ્યું હતું. આજે ગાંધીનગરમાં પક્ષપ્રમુખ સીઆર પાટિલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ તેમણે તેમની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પક્ષે તેમની વાત ધ્યાન પર લીધી છે અને તેમને તેમની વાત પર કાર્યવાહી કરવાનું વચન આપતા તેઓએ રાજીનામુ પરત ખેંચ્યું છે. છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.

કેતન ઈનામદારે રાજીનામુ પરત ખેંચવા સાથે હાલમાં તો ભાજપનો ભડકો શાંત થઈ ગયો છે. પણ ભાજપમાં બીજા પક્ષોના લોકોની જે રીતે ભરતી થઈ રહી છે અને તેમને આવતાની સાથે તાત્કાલિક જે રીતે હોદ્દાઓની લ્હાણી કરવામાં આવી રહી છે તે જોતાં ભવિષ્યમાં પણ ભાજપમાં આ પ્રકારનો અસંતોષ વ્યક્ત થતો જોવા મળી શકે છે. કદાચ ઇનામદાર માની જાય, પરંતુ આગામી સમયમાં પક્ષના બીજા સભ્યો જેમણે વર્ષોના વર્ષો પક્ષની સેવા કરી હોય અને ગઈકાલનો આવેલો બીજા પક્ષના કોઈ વ્યક્તિને સીધા હોદ્દાઓ મળવા મંડે ત્યારે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો મળે તે કહેવત ચરિતાર્થ થતી હોય તેમ લાગે છે.

ઉલ્લેખનીય છે કે  કેતન ઈનામદારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષને ઇમેઇલ કરીને મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મારા અંતરાત્માના અવાજને માન પીને હું ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપું છે, જે સ્વીકારવા વિનંતી છે.

તેમના રાજીનામાને લઈને પક્ષમાં અનેક અટકળો સેવાઈ રહી છે. તાજેતરમાં સીઆર પાટિલ તાત્કાલિક દિલ્હી ઉપડ્યા તેની પાછળ બાકી રહેલા ઉમેદવારો સહિત વડોદરા ભાજપનો ઉકળતો ચરૂ પણ કારણભૂત હોવાનું મનાય છે. કદાચ ભાજપમાંથી રાજીનામાની શ્રેણીની આ એક શરૂઆત પણ હોઈ શકે.

કેતન ઈનામદારે ત્રણ લિનનું રાજીનામુ લખ્યું હતું. તેમણે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ઇ-મેઇલ કર્યો હતો. પ્રદેશ ભાજપમાંથી રાજીનામુ આપનારા કેતન ઇનામદાર પ્રથમ વિધાનસભ્ય છે. સહકારી ક્ષેત્રના રાજકારણમાં દબદબો ધરાવતા કેતન ઇનામદાર 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં તે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. તેના પછી વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય બની રાજકારણનો પ્રારંભ કર્યો હતો.

કેતન ઇનામદાર સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર પકડ ધરાવે છે. તેઓ બરોડા ડેરી મુદ્દે પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે. જો કે તેમણે રાજીનામુ આપ્યું છે, હવે તેમનું રાજીનામુ અધ્યક્ષ સ્વીકારશે કે નહી તે મોટો સવાલ છે. તેમને મનાવવા માટેના ચક્રો પણ ગતિમાન થઈ ગયા હોવાનું કહેવાય છે. કદાચ તેમને લોકસભા ચૂંટણી સુધી પક્ષની છાપ બગડે નહીં તેવું કોઈપણ પ્રકારનું પગલું ભરતા રોકવામાં આવી શકે છે,

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં પણ નોંધપાત્ર નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના ડો. જ્યોતિબેને પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. રંજનબેનને ટિકિટ મળતા જ્યોતિબેન નારાજ થયા હતા. કોંગ્રેસના નેતાઓની ભાજપમાં ભરતીથી કેતન ઇનામદાર નારાજ હોવાનું માનવામાં આવે છે. સૂત્રોનો દાવો છે કે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસીઓને જવાબદારી સોંપવામાં આવતા તે નારાજ થયા છે. આ ઉપરાંત સતીષ પટેલને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવતા કેતન ઇનામદાર નારાજ હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુતિનનો 87.8 ટકા મત સાથે પ્રચંડ વિજય, સળંગ પાંચમી ટર્મ શાસન કરી સ્ટાલિનનો રેકોર્ડ કોડશે

આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની