Not Set/ બીજી ઇનિંગ્સમાં ભારતીય કેપ્ટનને આઉટ કરવા માટે બનાવ્યો હતો આ માસ્ટર પ્લાન : સ્ટોક્સ

બર્મિઘમ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો ૩૧ રને પરાજય થયો છે. ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૧૬૨ રન જ બનાવી શકી હતી. આ સાથે ૧૦૦૦મી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે વિજય મેળવી પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. જો કે ચોથા દિવસે ભારતને વિજય અપાવવાની જવાબદારી કેપ્ટન વિરાટ […]

Trending Sports
Og6581PcCF બીજી ઇનિંગ્સમાં ભારતીય કેપ્ટનને આઉટ કરવા માટે બનાવ્યો હતો આ માસ્ટર પ્લાન : સ્ટોક્સ

બર્મિઘમ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો ૩૧ રને પરાજય થયો છે. ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૧૬૨ રન જ બનાવી શકી હતી. આ સાથે ૧૦૦૦મી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે વિજય મેળવી પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.

ZCKYSZSG6BFQVPE5QSSLUTN4J4 બીજી ઇનિંગ્સમાં ભારતીય કેપ્ટનને આઉટ કરવા માટે બનાવ્યો હતો આ માસ્ટર પ્લાન : સ્ટોક્સ

જો કે ચોથા દિવસે ભારતને વિજય અપાવવાની જવાબદારી કેપ્ટન વિરાટ કોહલીના ખભા પર હતી, પરંતુ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર પ્લેયર્સ બેન સ્ટોક્સે કોહલીને આઉટ કરીને ભારતના આ ટેસ્ટ મેચ જીતવાના સપના પર પાણી ફેરવ્યું હતું. ત્યારે હવે આ ઈંગ્લીશ ખેલાડીએ ખુલાસો કર્યો છે કે, કોહલીને આઉટ કરવા માટે તેઓએ કયો માસ્ટર પ્લાન બનાવ્યો હતો.

પહેલી ટેસ્ટમાં વિજય મેળવ્યા બાદ સ્ટોક્સે જણાવ્યું, “કોહલીની વિકેટ ખૂબ ખાસ હતી. ભારતીય કેપ્ટને શાનદાર ઇનિંગ્સ રમી હતી”. પોતાના માસ્ટર પ્લાન અંગે કહ્યું, “ આઉટ સ્વિંગનો સામનો કરવા માટે કોહલી ઓફ સ્ટમ્પથી બહાર આવી રહ્યા હતા અને આ જ કારણે હુંએ બોલ અંદર લાવવાનો પ્રયાસ કર્યો અને એમાં સફળતા મળી હતી”.

પોતાની ટીમને મળેલી જીત અંગે સ્ટોક્સે કહ્યું, “મને આ વિજયનો ભાગ બનીને હું ખૂબ ખુશ છું. તેઓએ ૨૦ વર્ષીય સેમ કરનની પણ પ્રશંસા કરતા જણાવ્યું કે, આ નાની ઉંમરમાં પણ કરને જે પ્રકારની પોતાની મેચ્યોરિટી બતાવી એ પ્રશંસાને પાત્ર છે”.

મહત્વનું છે કે, ૨૦ વર્ષીય સેમ કરને પ્રથમ ઇનિંગ્સમાં ૪ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, જયારે બીજી ઇનિંગ્સમાં પણ ૬૩ રન બનાવ્યા હતા અને પોતાની ટીમને ૧૮૦ રનના સ્કોર સુધી પહોચાડી હતી.