Not Set/ જો સેરિડોન, ડી-કોલ્ડ ટોટલ જેવી 343 દવાઓ થશે બંધ, તો 2000 કરોડનું થશે નુકસાન

  ડ્રગ ટેક્નોલોજી એડવાઈસરી બોર્ડની ભલામણ બાદ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડી-કોલ્ડ ટોટલ અને સેરિડોન જેવી અંદાજે 334 દાવાઇઓ પર સંપૂર્ણપણે બેન લગાવવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સર્વોચ્ચ ડ્રગ એડવાઈસરીની એક ઉપ સમિતિની ભલામણ પર સ્વાસ્થ્ય મંત્રાલય ઘણી દવાઇઓ પર બેન લગાવી શકે છે. આ ઉપ સમિતિએ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 300 થી વધુ દવાઓ પર બેન […]

Top Stories India
ban 3204341 835x547 m જો સેરિડોન, ડી-કોલ્ડ ટોટલ જેવી 343 દવાઓ થશે બંધ, તો 2000 કરોડનું થશે નુકસાન

 

ડ્રગ ટેક્નોલોજી એડવાઈસરી બોર્ડની ભલામણ બાદ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડી-કોલ્ડ ટોટલ અને સેરિડોન જેવી અંદાજે 334 દાવાઇઓ પર સંપૂર્ણપણે બેન લગાવવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

સર્વોચ્ચ ડ્રગ એડવાઈસરીની એક ઉપ સમિતિની ભલામણ પર સ્વાસ્થ્ય મંત્રાલય ઘણી દવાઇઓ પર બેન લગાવી શકે છે. આ ઉપ સમિતિએ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 300 થી વધુ દવાઓ પર બેન લગાવવાની દરખાસ્ત કરી છે. ઉપ સમિતિએ જે દવાઇઓ પર બેન લગાવવાની વાત કરી છે તે દવા ફિક્સ ડબલ ડોઝ કોમ્બિનેશનવાળી દવાઓ છે.

આ કંપનીઓને થઇ શકે છે નુકશાન: 

ડ્રગ ટેક્નોલોજી એડવાઈઝરી બોર્ડ (ડીટીએબી) ની ભલામણના આધાર પર બેન લગાવેલી 343 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન વળી દવાઓની લિસ્ટ બનાવી છે. આમાં ઘણી મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જેમ કે મેક્લિઓડ્સ, પીરામલ, સીપ્લા અને લ્યુપિન છે. એફડીસી બેન પર સરકાર અને દવા કંપનીઓ પર ઘણી અસર થઇ શકે છે.

જયારે વાત કરવામાં આવે તો 343 દવાઓ પર બેન લાગવાના કારણે 2000 કરોડ રૂપિયાની દવા બજાર પર અસર પડશે.