Not Set/ Video : રશિયાની રાજધાની મોસ્કોની નજીક પાવર સ્ટેશનમાં લાગી આગ, 50 મીટરથી પણ ઉંચી આગની જ્વાળાઓ દેખાઇ

રશિયાની રાજધાની મોસ્કોની પાસે એક પાવર સ્ટેશનમાં ભીષણ આગ લાગી ગઇ હતી. મોસ્કોની નજીક મિતશચીમાં સ્થિત પાવર સ્ટેશનમાં લાગેલી આગથી 50 મીટર ઉંચી આગની જ્વાળાઓની ફોટો સામે આવી રહી છે. આગ કયા કારણથી લાગી તે હજુ સુધી સામે નથી આવ્યુ. રશિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ હજુ સુધી આ ઘટનામાં 8 લોકોનાં ઘાયલ થયા હોવાનું સામે આવી […]

Top Stories World
russsia power plant Video : રશિયાની રાજધાની મોસ્કોની નજીક પાવર સ્ટેશનમાં લાગી આગ, 50 મીટરથી પણ ઉંચી આગની જ્વાળાઓ દેખાઇ

રશિયાની રાજધાની મોસ્કોની પાસે એક પાવર સ્ટેશનમાં ભીષણ આગ લાગી ગઇ હતી. મોસ્કોની નજીક મિતશચીમાં સ્થિત પાવર સ્ટેશનમાં લાગેલી આગથી 50 મીટર ઉંચી આગની જ્વાળાઓની ફોટો સામે આવી રહી છે. આગ કયા કારણથી લાગી તે હજુ સુધી સામે નથી આવ્યુ. રશિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ હજુ સુધી આ ઘટનામાં 8 લોકોનાં ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનાં ફોટો અને વીડિયો વાયરલ થવા લાગ્યા છે. આ પહેલા જાપાનમાં વર્ષ 2011માં કુદરત રૂઠી હતી અને સુનામી, ભૂકંપ અને અણુ રિએક્ટરોમાં પણ ગળતર થયું હતુ જેના કારણે 15,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

રશિયાની રાજધાનીમાં લાગેલી આગને જોતા ત્યાના ઇમરજન્સી મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે, પાવર સ્ટેશનની અંદર જો હાઈ પ્રેશર ગેસ પંપ છે, જેમા આગ લાગી છે. જેના કારણે તેની આસપાસ રહેલી બિન્ડિંગને પણ અસર થઇ શકે છે. ઘટનાને જોતા ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ છે અને આગ પર નિયત્રણ મેળવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ પાવર સ્ટેશનની વાત કરીએ તો તે 1992થી કામ કરી રહ્યા છે. આ સ્ટેશનની કેપેસિટી 1068 મેગાવોટ છે. અહી સૌથી વધુ પ્રાકૃતિક ગેસનો જ ઉપયોગ થાય છે. મિતશચી રશિયાની રાજધાની મોસ્કોથી માત્ર 20 કિમી. જ દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન