G-20 in Gujarat/ ગુજરાતમાં G-20 સમિટને લઇને પ્રથમ બેઠક, વૈશ્વિક અર્થતંત્ર અંગે થશે ચર્ચા!

ગુજરાતના પાટનગર ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર મુકામે પ્રથમ બેઠક યોજાવવા જઇ રહી છે. રાજ્યામાં કુલ 15 બેઠક યોજવવામાં આવશે.

Top Stories Gujarat
Gujarat to host G20 meetings
  • ગાંધીનગર: G-20 સમિટને લઇ પ્રથમ બેઠક
  • કુલ રાજ્યની 15 બેઠકો યોજાશે
  • 24 જાન્યુ.સુધી ચાલશે બેઠક
  • મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે
  • આ બેઠકમાં 500 આમંત્રિતો હાજર રહેશે
  • વિશ્વભરમાંથી હસ્તિઓ રહેશે હાજર
  • 200 આંતરરાષ્ટ્રીય હસ્તિઓ રહેશે હાજર
  • બાજરીની ફ્યુઝન વાનગીઓ પિરસાશે
  • હોટલ લીલામાં એક પ્રદર્શની પણ યોજાશે
  • કોરોના બાદ વિશ્વ સામેની મંદીને લઇ કરાશે ચર્ચા
  • વૈશ્વિક અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા ચર્ચા

Gujarat to host G20 meetings:       ગુજરાતના પાટનગર ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર મુકામે પ્રથમ બેઠક યોજાવવા જઇ રહી છે. રાજ્યામાં કુલ 15 બેઠક યોજવવામાં આવશે. આ બેઠક 24 જાન્યુઆરી સુધી ચાલશે. આ મહત્વની જી-20 બેઠકમાં 500થી વધુ આમંત્રિતો હાજર રહેશે. આ બેઠકમાં વિશ્વભરની 200થી વધુ  હસ્તિઓ ઉપસ્થિત રહશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે G20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 G20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક “બિઝનેસ-20 (B20) ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.

ઉલ્લેખનીય છે કે (Gujarat to host G20 meetings)  કોરોનાકાળમાં વિશ્વનો અર્થતંત્ર ખોરવાયો હતો જેના પગલે હવે  વિશ્વમાં મંદીના વાદળોની આશંકા સેવાઇ રહી છે તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.  ગુજરાત સરકાર બાજરીમાંથી તૈયાર કરેલી ફ્યુઝન વાનગીઓ પિરસશે. એટલે કે આ વાનગીઓમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય વાનગીઓનું સંમિશ્રણ કરીને તેમને આપવામાં આવશે. આ તમામ વાનગીઓ શુદ્ધ શાકાહારી હશે.  આ ઉપરાંત હોટલ લીલામાં એક પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શનમાં  ગુજરાતની હસ્તકલાઓ પિથોરા પેઈન્ટીંગ, અકીક, ભરતગૂંથણ, કલમકારી, બાંધણી, રોગન આર્ટ, બીડવર્ક, ટંગાળીયાનું લાઇવ નિદર્શન કરાશે અને તેઓ તે નમૂના ખરીદી શકે તે માટે વેચાણ પણ થશે.

નોંધનીય છે કે આમંત્રિત મહેમાનોને છેલ્લા દિવસે ગાંધીનગરમાં પુનિત વનમાં યોગ કરાવાશે. તેમને ગાંધીનગરના ગિફ્ટ સિટી, અડાલજની વાવ, મહાત્મા મંદિર-દાંડી કુટિર જેવા સ્થળોએ પ્રવાસ માટે લઇ જવાશે. સાંજે મહાત્મા મંદિરના એમ્ફિથિયેટરમાં ગુજરાતના ગરબા, રાસ, ડાંગી નૃત્યની પ્રસ્તુતિ થશે અને તે પછી ગાલા ડીનર યોજાશે.