air strike/ PoKમાં એર સ્ટ્રાઇકનો અહેવાલ ભારતીય સેનાએ નકાર્યો, કોઇ સ્ટ્રાઇક નથી કરી

ભારતીય સૈન્યએ ગુરુવારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં શંકાસ્પદ આતંકવાદી નિશાન પર ‘પિનપોઇન્ટ એર સ્ટ્રાઇક’ ના અહેવાલોને સેનાએ ફગાવી દીધા છે.

Top Stories India
pokharan PoKમાં એર સ્ટ્રાઇકનો અહેવાલ ભારતીય સેનાએ નકાર્યો, કોઇ સ્ટ્રાઇક નથી કરી

ભારતીય સૈન્યએ ગુરુવારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં શંકાસ્પદ આતંકવાદી નિશાન પર ‘પિનપોઇન્ટ એર સ્ટ્રાઇક’ ના અહેવાલોને સેનાએ ફગાવી દીધા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે, આકરા શિયાળા પહેલા પાકિસ્તાની સેના દ્વારા ભારતમાં વધુને વધુ ઘુસણખોરી કરવાના પ્રયાસોના જવાબમાં ભારતીય સેનાએ પીઓકેમાં શંકાસ્પદ આતંકવાદી નિશાન પર ‘પિનપોઇન્ટ એર સ્ટ્રાઇક’ કરી હતી.  

પીઓકેમાં આતંકવાદીઓને નિશાન બનાવવાના અહેવાલો પછી ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે એલઓસી પર આજે કોઈ ફાયરિંગ થયું નથી. ભારતીય સૈન્યના લશ્કરી કામગીરીના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ પરમજીતસિંહે કહ્યું કે, “એલઓસી પર પીઓકેમાં ભારતીય સેનાની કાર્યવાહીના અહેવાલો નકલી છે.” 

આપને જણાવી દઇએ કે, અગાવ પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસણખોરીમાં મદદ કરવા માટે મોર્ટાર અને અન્ય ભારે હથિયારોથી ભારત – પાકિસ્તાન નિયંત્રણ રેખાની બાજુમાં નાગરિક વિસ્તારોને સતત નિશાન બનાવી રહી છે. રહી છે

સત્તાવાર આંકડા મુજબ, જ્યારે વર્ષ 2019 માં પાકિસ્તાનનાં ગોળીબારમાં 18 નાગરિકોનાં મોત થયાં હતાં, જ્યારે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 21 નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ (મોટે ભાગે પાકિસ્તાનીઓ અને વિદેશી) ને નિષ્ફળ બનાવવા માટે ગુપ્તચર આધારિત લક્ષ્યાંકિત હુમલા કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરીમાં નુકસાનનો અવકાશ અત્યંત ઓછો છે.