Ahmedabad/ ગળેફાંસો ખાઈને યુવકનો આપધાત, પત્નિ-સાસુ સામે ફરિયાદ

અમદાવાદનાં નરોડા પોલીસ સ્ટેશનમાં 60 વર્ષીય વૃધ્ધે તેમનાં 34 વર્ષીય દિકરા અનીલ પંડ્યાની આત્મહત્યાનાં દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે….

Ahmedabad Gujarat
Makar 105 ગળેફાંસો ખાઈને યુવકનો આપધાત, પત્નિ-સાસુ સામે ફરિયાદ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં નરોડા પોલીસ સ્ટેશનમાં 60 વર્ષીય વૃધ્ધે તેમનાં 34 વર્ષીય દિકરા અનીલ પંડ્યાની આત્મહત્યાનાં દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. યુવકની પત્નિ અને સાસુ દ્વારા પૈસાની માંગણી કરીને મારઝુડ કરતા યુવકને લાગી આવતા તેણે 5 જાન્યુઆરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપધાત કર્યો હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે.

Makar 107 ગળેફાંસો ખાઈને યુવકનો આપધાત, પત્નિ-સાસુ સામે ફરિયાદ

5 વર્ષ પહેલા અનિલ પંડ્યા નામનાં યુવકે પ્રિયા ઉર્ફે સુફિયા સાથે પ્રેમલગ્ન કર્યા..ગાડીઓ સીઝ કરવાનુ કામ કરતા અનિલનાં સાસુ શીલ્પીબેન અવારનવાર તેની પાસેથી ઉછીનાં પૈસાની માંગણી કરતા. તેમજ બે મહિનાં પહેલા યુવકની પત્નિએ તેને સાણસી પણ મારી હોવાની ધટના બની હતી. 4 મહિનાં પહેલા અનિલે પોતાનાં ફોનમાંથી વોઇસ રેકોર્ડ કરીને મેસેજ પણ મોકલ્યો હતો જેમાં તેણે કહ્યુ હતુ કે “મે અનિલ પંડ્યા બોલ રહા હુ, આજસે મુજકો કુછ ભી હો જાયે તો ઉસકી જિમ્મેદારી મેરી ઓરત કી હે.. વો મેરે અંદર કા જીસ્મ દબા ચુકી હે ઓર મેરા લીવર ભી ફેલ કરને કી કોશીશ કી હે. ત્યારે પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે.

Makar 106 ગળેફાંસો ખાઈને યુવકનો આપધાત, પત્નિ-સાસુ સામે ફરિયાદ

પૈસાની માંગણી કરીને સાસુ શિલ્પાબેન તેમજ યુવકની પત્નિ પ્રિયા ઉર્ફે સોફિયા દ્વારા પૈસા કમાવાની તાકાત ન હોય તો મરી જા તેમ કહી ઝધડો કરતા હોવાથી યુવકનાં પિતાએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકનાં આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી છે.

Ahmedabad: તાજ હોટલનાં પાછળનાં ભાગેથી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો, 2 જીવતા …

Gujarat: ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, પોલીસવડાની સુચનાથી યોજાઈ …

Gujarat: લખતર વિરમગામ હાઇવે પર ધૂમ સ્ટાઇલથી ચોરી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો