Accident/ પાલનપુર – પાટણ – નડિયાદ – બારડોલીમાં અકસ્માત, 3 લોકોનાં કમકમાટી ભર્યા મોત

ગુજરાતમાં એક દિવસ પણ એવો જતો નથી જે દિવસે રોડ અકસ્માતમાં કોઇને જીવ ન ગોય હોય અને સોમવારે પણ ગુજરાતમાં રાબેતા મુજબ એક બે નહી પરંતુ અનેક અકસ્માતો નોંધવામાં આવ્યા.

Gujarat Others
accident 2 પાલનપુર - પાટણ - નડિયાદ - બારડોલીમાં અકસ્માત, 3 લોકોનાં કમકમાટી ભર્યા મોત

ગુજરાતમાં એક દિવસ પણ એવો જતો નથી જે દિવસે રોડ અકસ્માતમાં કોઇને જીવ ન ગોય હોય અને સોમવારે પણ ગુજરાતમાં રાબેતા મુજબ એક બે નહી પરંતુ અનેક અકસ્માતો નોંધવામાં આવ્યા. ગુજરાતનાં પાલનપુર – પાટણ – નડિયાદ – બારડોલીમાં અકસ્માત નોંધાતા અકસ્માતની જાણે હારમાળા સર્જાઇ અને 3 લોકોનાં મોત નિપજ્યા તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોસ્પિટલનાં બિછોને પહોંચી ગયા.

નડિયાદમાં પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું નોંધવામાં આવ્યું અને અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું. પિકઅપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પિકઅપ વાન ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું. ટ્રકનો સળિયો ડ્રાઇવરને છાતીમાં ઘુસી જતા મોત થયું હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. જીલ્લાનાં ચકલાસી પોલીસે ધટના સ્થળે પહોંચી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Freeway & Highway Accidents -

બારડોલીના મિઢોળા નદી પુલ પર અકસ્માત સર્જાયો હોવાનું પણ નોંધવામાં આવે છે. મોટી ટ્રાન્સપોર્ટની ટ્રકે પલટી મારી હોવાની ઘટનાએ ઘાટ લેતા પલટી મારેલ ટ્રક નીચે કાર દબાઈ ગઇ હતી. કાર ચાલકનો જો કે, બાદ બચાવ થયો છે. કાર ચાલકને ક્રેનની મદદથી બહાર કઢાયો હતો અને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાઠાં આજનાં દિવસે એક સાથે બે જીવલેણ અકસ્માતો સર્જાયા એક અકસ્માત ડીસા -પાટણ હાઇવે પર સર્જાયો હતો. ખરડોસણ પાસે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યાનું નોંધવામાં આવી રહ્યું છે. જ્યારે બીજો અકસ્માત પાલનપુર માનસરોવર વિસ્તારમાં સર્જાયો હતો.

 

Youth killed in accident at North Paravoor | Kochi News - Times of India

પાલનપુરમાં મોડીરાત્રે બેફામ બનેલાં ડમ્પરે નિંદ્રાધિન ચાર શ્રમિકોને કચડ્યાં હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં ગંભીર ઇજાઓને કારણે એક શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જે બાદમાં ત્રણ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક અસરથી સારવાર અર્થે મોકલાયા હતા. ઘટના બાદ ચાલક ડમ્પર મુકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે હાલ સ્થાનિકો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ગતરાત્રે ડમ્પરે ચાર શ્રમિકોને કચડતાં એકનું મોત થયુ છે. પાલનપુરના માનસરોવર વિસ્તારમાં પથિકાશ્રમની પાછળની ભાગે રાત્રે મજૂરો સુઇ ગયા હતા. જે બાદમાં મોડીરાત્રે બેફામ બનેલાં ડમ્પરે ચારે શ્રમિકોને કચડી દીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ ઇજાગ્રસ્ત ત્રણ શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…