Not Set/ આણંદના ઠક્કર ખમણવાળાની પત્નીનો બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ, ભાઈએ જતવી હત્યાની આશંકા

રોક્ષાબેનના પિયરના લોકો આશ્ચર્ય પામ્યા હતા. પહેલા દીકરી પડી જવાના અને બાદમાં તેમના મોતના સમાચાર મળતા તેઓ કંઈ સમજી શકે તેમ ન હતા.

Gujarat Others
આણંદ

આણંદ-બોરસદ રોડ પર ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. જણાવીએ કે, તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હતા. જેથી પિયરીયાઓએ દીકરીના હત્યા ની શંકા વ્યક્ત કરી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :કામરેજ પાસે શિકારની શોધમાં નીકળ્યા 2 દીપડા, ટ્રકની અડફેટે આવતા નિપજ્યું મોત

આ અંગે મળતી માહિતી અનુસાર, ઠક્કર ખમણ હાઉસથી પ્રખ્યાત એવા અમિત ઠક્કર બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહે છે. જેના લગ્ન સુરત ખાતે રહેતી રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) નામની યુવતી સાથે પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે પરિણીતાનું બાથરૂમમાં નાહવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટના મામલે રોક્ષાબેનના પિયરના લોકો આશ્ચર્ય પામ્યા હતા. પહેલા દીકરી પડી જવાના અને બાદમાં તેમના મોતના સમાચાર મળતા તેઓ કંઈ સમજી શકે તેમ ન હતા. રોક્ષાબેનના પિયરના લોકોને હત્યાની શંકા ઉપજી હતી. તેમના ભાઈ ધવલ ગંગદેવે બહેનના પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. કારણ કે, રોક્ષાબેનના ગળાના ભાગે ઈજાના નિશાન મળ્યા હતા. બહેનના મોત પાછળ સાસરીના લોકો જવાબદાર હોવાની તેમને શંકા છે.

આ પણ વાંચો :મોરબીના રાજપર પાસે વીજપોલ સાથે કાર અથડાતા 3 લોકોનાં મોત

રોક્ષાબેન અને અમિત ઠક્કર વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો, જેના વિશે રોક્ષાબેનના પરિવારજનો જાણતા હતા. ધવલભાઈ ગંગદેવે આક્ષેપ કર્યો હતો કે પાંચ-સાત વર્ષ અગાઉ મારો મોટા ભાઈ અંકુર બોરસદ ખાતે તેના ઘરે રહેવા માટે ગયો હતો. એ સમયે તે સુતો હતો. ત્યારે બેનની રૂમમાંથી મારવાનો અને તેના રડવાનો અવાજ આવતો હતો. જેને પગલે એ જ દિવસે તે તેની રોક્ષા તથા તેના બંને બાળકોને લઈને પિયર સુરત આવી ગયા હતા. બાદમાં દોઢ-બે મહિના રહ્યા બાદ તેઓએ સમાધાન કરી તેણીને પરત લઈ ગયા હતા.

મૃતકના નાના ભાઈ ધવલભાઈ ગંગદેવે આક્ષેપ કર્યો હતો કે પાંચ-સાત વર્ષ અગાઉ મારો મોટા ભાઈ અંકુર બોરસદ ખાતે તેના ઘરે રહેવા માટે ગયો હતો. એ સમયે તે સૂતો હતો. ત્યારે બેનની રૂમમાંથી મારવાનો અને તેના રડવાનો અવાજ આવતો હતો. એને પગલે એ જ દિવસે તે તેની રોક્ષા તથા તેનાં બંને બાળકોને લઈને પિયર સુરત આવી ગયા હતા. બાદમાં દોઢ-બે મહિના રહ્યા બાદ તેમણે સમાધાન કરી તેને પરત લઈ ગયા હતા.

આ પણ વાંચો :દિલ્હી દરવાજામાં આવેલી આ રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો ઉંદર, પછી થયું આવું…

આ પણ વાંચો :પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કર્યું

આ પણ વાંચો : ઝાલાવાડમાં કોરોનાના ગ્રહણ વચ્ચે પણ રિયલ એસ્ટેટમાં તેજીનો તોખાર