Surendranagar/ ધ્રાંગધ્રા પંથકમાં ભરશિયાળે વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ

પાક નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક વળતર આપવા ખેડૂતો માગ

Gujarat Others Videos
Damage to crops due to rain in winter dhrangadhra ધ્રાંગધ્રા પંથકમાં ભરશિયાળે વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ

સની વાઘેલા – પ્રતિનિધિ, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા: રાજ્યના કેટલાક વિસ્તારોમા વસતા ખેડુતોને રવીવારે પડેલા માવઠાની માઠી અસર જોવા મળી હતી. ખેતરોમાં માવઠાને પગલે પાણી ભરાઇ જતાં ખેડૂતો દ્વારા સર્વે હાથ ધરાવી વળતરની માગ કરી છે.

https://twitter.com/mantavyanews/status/1729051261058912711

હવામાન વિભાગ દ્વારા 25થી 27 નવેમ્બર સુધી કરેલી કમોસમી વરસાદની આગાહીને લઇને રવિવારે સવારથી જ પડેલા ગાજવીજ સાથે ધોધમાર વરસાદના લીધે ધ્રાંગધ્રા પંથકના કોંઢ, નારીચાણા, રામપરા, કલ્યાણપુર, રાવળીયાવદર સહિતના ખેતરોમાં પાણી ભરાયા હતા.

હાલ ખેડુતો દ્વારા શિયાળુ પાક તરીકે જીરુ, ધાણા, વરીયાળી, એરંડાના પાકનું વાવેતર કરાયુ હતુ પરંતુ કમોસમી વરસાદના લીધે ખેતરમાં ભરાયેલા પાણીથી પાકને નુકસાન થવાની ભિતિ સેવાઇ છે. જેને લઇ કોંઢ ગામના ખેડુત આગેવાન શક્તિસિંહ ઝાલા દ્વારા માવઠાને લીધે થયેલા નુકસાની અંગે રાજ્ય સરકાર સર્વે કરી વળતર આપે તેવી માગ ઉઠાવી છે.


સુરેન્દ્રનગર જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો