Kutch News: કચ્છ ભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે.અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે.કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે.તો શીતમથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લાં કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે તો જાણો આ અહેવાલમાં શા માટે નલિયામાં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.
છેલ્લા થોડાક દિવસોથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુતમ પારામાં ઉતાર ચડાવ વચ્ચે ઠંડી ધીરે ધીરે પગ પેસારો રહી છે.રાજ્યમાં નલિયાએ રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે છે અને છેલ્લાં થોડાક સમયથી 8 થી 10 ડિગ્રી વચ્ચે પારો નોંધાઈ રહ્યો છે.હવામાન વિભાગે ઠંડીને લઈને કોઈ ચેતવણી જારી કરી નથી પણ ઠંડીનો આ માહોલ જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
નલિયામાં ઠંડીના પગલે લોકો મોડી સાંજથી વહેલી સવાર સુધી ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે. ઠંડૉ પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે તેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતાં પણ જોવા મળ્યા હતા તો રાત્રિ દરમિયાન લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
નલિયામાં શા માટે સૌથી ઓછું તાપમાન?
નલિયામાં સૌથી ઓછા તાપમાન અંગે વાતચીત કરતાં હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો નલિયાનો વિસ્તાર છે તે ખુલ્લો વિસ્તાર છે જેના લીધે ઠંડા પવનો રોકવા માટે કોઈ રૂકાવટ નથી રહેતી.આ ઉપરાંત વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે. નલિયામાં દરિયાકિનારાનો વિસ્તાર વધુ છે જેથી રેતીનું પ્રમાણ પણ વધુ છે જેના લીધે રેતી ઠંડી પણ વધુ પ્રમાણમાં સોષે છે જેના કારણે તે આસપાસની હવાને પણ ઠંડુ કરે છે.
2012માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજયમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલીયાનાં નામે જ નોંધાયેલ છે. નલિયાનુ લઘુતમ તાપમાન 1964માં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ તો ત્યાર બાદ વર્ષ 2012માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે ત્યાર બાદ ક્યારે પણ નલિયાનું લઘુતમ તાપમાન તેનાથી નીચું ગયુ નથી. કચ્છમાં રણ વિસ્તાર અને ઉતર તરફથી આવતા ઠંડા પવનો સીધા કચ્છ સુધી પહોચી રહ્યા છે કારણ કે, ઠંડા પવનોને રોકી શકે તેવી કોઈ પર્વમાળા કચ્છમાં નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: