Not Set/ ભારત-ચીન વિવાદ પર ટ્રમ્પ બોલ્યા- મે PM મોદી સાથે વાત કરી છે તેમનો આ વિવાદ પર મૂડ સારો નથી

ભારત અને ચીનની સરહદ પર વિવાદ હજુ પણ ચાલુ છે. આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી રહ્યા છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું છે કે, આ વિવાદ અંગે તેમનો (પીએમ મોદી) મૂડ બરોબર નથી. વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ટ્રમ્પને ભારત […]

World
509c542b3defa6bb123daf6756a25b1e ભારત-ચીન વિવાદ પર ટ્રમ્પ બોલ્યા- મે PM મોદી સાથે વાત કરી છે તેમનો આ વિવાદ પર મૂડ સારો નથી

ભારત અને ચીનની સરહદ પર વિવાદ હજુ પણ ચાલુ છે. આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી રહ્યા છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું છે કે, આ વિવાદ અંગે તેમનો (પીએમ મોદી) મૂડ બરોબર નથી. વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ટ્રમ્પને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, ‘બંને દેશો વચ્ચે મોટો વિવાદ છે. મને તમારા વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) ગમે છે. તે ખૂબ જ સારા વ્યક્તિ છે.

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તનાવથી તેઓ ચિંતિત છે? આ સવાલનાં જવાબમાં ટ્રમ્પે કહ્યું, “ભારત અને ચીન વચ્ચે ઘણો સંઘર્ષ છે. બંને દેશોની વસ્તી લગભગ 140 કરોડ છે. બંને દેશોમાં ખૂબ શક્તિશાળી સૈન્ય છે. ભારત ખુશ નથી અને સંભવત: ચીન પણ તણાવથી ખુશ નથી.” તેમણે કહ્યું, “હું તમને કહી શકું છું કે મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ચીન સાથેની સરહદ પર જે કંઈ ચાલી રહ્યું છે, તેમનો (પીએમ મોદી) મૂડ સારો નથી.”

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બુધવારે (27 મે) અચાનક ભારત અને ચીન વચ્ચેનાં સરહદ વિવાદને લઇને મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે તે બંને પાડોશી દેશોની સૈન્ય વચ્ચે ચાલી રહેલી તકરાર દરમિયાન તણાવ ઓછો કરવા તૈયાર, તે તૈયાર અને સક્ષમ છે. પૂર્વી લદ્દાખનાં પૈંગોગ ત્સો, ગલવાન વેલી, દેમચૌક અને દૌલાત બેગ ઓલ્ડિમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે નોંધપાત્ર તણાવ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.